Home ગુજરાત ગુજરાત ST વિભાગમાં 3400થી વધુ ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી

ગુજરાત ST વિભાગમાં 3400થી વધુ ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી

41
0

2100 ડ્રાઈવર સમકક્ષની જ્યારે 1300 જગ્યા કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે

(GNS),24

નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં અલગ અલગ જગ્યા માટે 3400થી વધુ ભરતી કરવામાં આવશે. એસટી બસમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે, જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. એટલું જ નહીં, ગુજરાત એસટી વિભાગમાં મિકેનિકની પણ ભરતી કરાશે.

ગુજરાત એસટી વિભાગમાં આટલા મોટા પ્રમાણમાં ભરતી માટે આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં એસ.ટી નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત 2100, કંડક્ટરની કક્ષા માટે અંદાજિત 1300 તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહી છે. જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

આ પહેલા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. હસમુખ પટેલે જણાવ્યું હતુ કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે.

મહત્વનું છે કે ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી વર્ગ 3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે. બે તબક્કામાં પરીક્ષા યોજાશે. પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં પ્રથમ દિવસે જ 2000ની 200 કરોડથી વધુ નોટ જમા થઇ
Next articleઝારખંડના રાંચીમાં મલકપુર ગામની મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો