Home ગુજરાત સુરતમાં તસ્કરોનો તરખાટ: 5 મકાન સહિત એટીએમ તોડ્યું

સુરતમાં તસ્કરોનો તરખાટ: 5 મકાન સહિત એટીએમ તોડ્યું

332
0

(S.yuLk.yuMk)સુરત,íkk.08
સુરતમાં લૂંટારૂઓ અને ચોરોએ તરખાટ મચાવ્યો હોય એમ એક જ દિવસમાં પાંચ મકાનો અને બેંકનું એક એટીએમ તોડી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે સુરતના ઓલપાડ વિસ્તારમાં તસ્કરોએ પાંચ મકાન સહિત બેંકનું એક ATM તોડ્યું હતું. જોકે, ATM માં અદરનું લોક ન તૂટતા એટલીએમ સુરક્ષિત રહ્યું હતું. જોકે, પાંચ મકાનોમાં ચોરોએ પોતાનો હાથફેરો કર્યો હતો. આ અંગે ઓલપાડ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે ઓલપાડ વિસ્તારમાં આવેલા બેંકના ATMમાં ત્રણ તસ્કરો પ્રવેશ્યા હતા અને તેને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તસ્કરોએ ATMનું ઉપર પતરું તોડ્યું હતું જોકે ATMનું અદરનું લોક ન તુટતા ATM સુરક્ષિત રહ્યું હતું. ત્યાર બાદ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ATMમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઇ હતી. ઓલપાડ પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં મહાનગરપાલિકાની તિજોરીમાં આવક ઘટતા મિલકતોના બાકી વેરાની વસૂલાત માટે ખાસ ટીમ તૈયાર
Next article‘સારી સ્ક્રિપ્ટ મળશે તો ચોક્કસ ગુજરાતી ફિલ્મ બનાવીશ’: મધુર ભંડારકર