Home ગુજરાત ‘સારી સ્ક્રિપ્ટ મળશે તો ચોક્કસ ગુજરાતી ફિલ્મ બનાવીશ’: મધુર ભંડારકર

‘સારી સ્ક્રિપ્ટ મળશે તો ચોક્કસ ગુજરાતી ફિલ્મ બનાવીશ’: મધુર ભંડારકર

758
0

(S.yuLk.yuMk)મોરબી,íkk.08
જાણીતા બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકરે મોરબીમાં આયોજિત જ્ઞાનોત્સવમાં હાજરી આપી હતી. અહીં તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષેની રસપ્રત વાતો જણાવી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતી ફિલ્મ પર કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. મધુર ભંડારકરે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાત ફિલ્મ જગત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતી ફિલ્મ નિર્માણમાં કર મુક્તિ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મને સારી સ્ક્રિપ્ટ મળે તો તેના પર ચોક્કસ કામ કરીશ.
મોરબીમાં આયોજિત ત્રણ દિવસીય યુવા જ્ઞાનોત્સવમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ યુવાનોને જ્ઞાન પીરસ્યું હતું. રવિવારે જ્ઞાનોત્સવના અંતિમ દિવસે બોલિવૂડ ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર મોરબી આવ્યા હતા. ભંડારકરે પોતાના જીવન સંઘર્ષની દાસ્તાન સંભળાવી પ્રેરણા આપી હતી.
એટલું જ નહીં તેમણે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષે પણ રસપ્રદ વાતો કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં મધુર ભંડારકરે ગુજરાતી ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, ‘સારી ગુજરાતી ફિલ્મ પર ચોક્કસ તેઓ કામ કરવાનું પસંદ કરશે. ગુજરાતની સરકાર ફિલ્મ નિર્માણમાં ખૂબ જ સહયોગ આપે છે. ગુજરાત સરકારનું પ્રોત્સાહન અને સારી સ્ક્રિપ્ટ મળશે ત્યારે ચોક્કસ હું ગુજરાતી ફિલ્મ બનાવીશ.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં તસ્કરોનો તરખાટ: 5 મકાન સહિત એટીએમ તોડ્યું
Next articleવિવેક અગ્નિહોત્રીએ જીગ્નેશ મેવાણીને ઓપન ડીબેટ કરવા આપ્યો પડકાર