Home ગુજરાત સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વો માં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળી રહ્યો...

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વો માં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળી રહ્યો છે

36
0

(જી.એન.એસ) તા.16


સુરત


સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મોટી આફત આવી છે. સમગ્ર વિસ્તારમાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળી રહ્યો છે. જેના કારણે કલેક્ટર દ્વારા સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે ઘોડાઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તે પોઝિટિવ જણાવતા જ તેને દયા મૃત્યુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


ડૉ.મયુર ભીમાણીએ જણાવ્યું કે અત્યારે જેટલા પણ અશ્વો છે તેના સેમ્પલ લેવાના શરૂ કરવામાં આવ્યા છે. અમારી ટીમ દ્વારા 20 અશ્વોના સેમ્પલ લેવાયા છે. અશ્વના જે બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ તેને અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવતા હોય છે. અમદાવાદ થી આ સેમ્પલ ને હરિયાણા ની કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી લેબમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવે છે અને ત્યાંથી આ રિપોર્ટ આપવામાં આવતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થવામાં 10 થી 12 દિવસનો સમય લાગે છે. અગાઉ જે 6 અશ્વનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તે પ્રક્રિયા પૂર્ણ થવામાં 15 દિવસનો સમય લાગ્યો હતો.અશ્વકુળના પશુઓ જેવા કે ગદર્ભ, અશ્વ અને ખચ્ચર વગેરેમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી અને ખૂબ વધુ તાવ આવવો તેમજ ચામડી ઉપર ચાંદા જેવાં લક્ષણો દેખાય છે. જે અશ્વમાં ખાંસીનો પ્રકાર હોય તેમાં પણ આ લક્ષણ દેખાય શકે છે.સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ઘણા લોકો ઘોડાનો ઉપયોગ કરીને રોજીરોટી મેળવતા હોય છે. ખાસ કરીને લગ્ન સિઝન દરમિયાન એ ઘોડાઓને ભાડેથી આપતા હોય છે. ઘણા લોકો બગી સાથે જોડીને ઘોડાને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવતા હોય છે. ઘણા ખરા લોકો પોતાનો શોખ પૂરો કરવા માટે પણ અશ્વ રાખતા હોય છે.

અશ્વ માલિકોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ગ્લેન્ડર નામના રોગને કારણે અશ્વ ઉપર જીવનું જોખમ ઊભું થયું છે. પશુ ચિકિત્સકો દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા છે, તે સેમ્પલના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર લાલ દરવાજા વિસ્તારમાં આજે 150 કરતાં વધુ અશ્વોના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે.આ રોગ પશુમાંથી મનુષ્યમાં ન ફેલાય તે માટે તંત્રએ આ વિસ્તારના પશુઓને બહાર લઈ જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. હાલ આ રોગના કોઈ પણ પ્રકારનાં લક્ષણ મનુષ્યોમાં દેખાયાં નથી. પરંતુ પાલિકાએ તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ શરૂ કરી ગ્લેંડર પોઝિટિવ આવેલા અશ્વો પાળનારાં પરિવારજનોનો ગુરુવારે સેમ્પલ લેશે. તેમજ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપશે. એવી શક્યતા છે કે, અશ્વમાંથી આ રોગ માનવામાં પણ આવી શકે છે. ખાસ કરીને ગ્લેન્ડર રોગમાં પોઝિટિવ આવ્યા હોય અને અશ્વની ખૂબ જ નજીક રહેતા હોય એવા વ્યક્તિમાં આ રોગ પ્રવેશી શકે છે. હાલની ગંભીર પરિસ્થિતિને જોતા લાલ દરવાજા વિસ્તારમાં પાંચ કિલોમીટર સુધીના અંતરમાં અવરજવર ઉપર પ્રતિબંધ લગાવીને આ રોગને અટકાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે.


આખરે અશ્વોને દયા મૃત્યુ આપવાનો નિર્ણય કરાયો સુરત જિલ્લાના નાયબ પશુપાલન નિયામક મયૂર ભીમાણીએ જણાવ્યું કે, હાલ અશ્વકુળના પશુઓમાં ગ્લેન્ડર નામનો રોગ ફેલાઇ રહ્યો છે. આ રોગમાં અન્ય ઘોડાઓ પણ વધુ પોઝિટિવ થઈ શકે છે. તેમજ માનવોમાં પણ આ રોગનાં લક્ષણ દેખાઇ શકે છે. જેથી ખૂબ જ ગંભીર બાબત છે. જિલ્લા કલેક્ટર સાથે પણ વિસ્તૃત ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેક્ટરએ નિર્ણય લીધો છે કે, જે અશ્વમાં ગ્લેન્ડર પોઝિટિવ આવે તેને દયામૃત્યુ આપવું. જેમાં ડોક્ટરો પોઝિટિવ આવેલા અશ્વને ઇન્જેક્શન આપીને દયામૃત્યુ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6 જેટલાં પશુઓને દયામૃત્યુ આપવામાં આવ્યું છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકુમારી સોનિયાબેન ગોકાણીએ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લીધા
Next articleપાકિસ્તાનમાં IMF ને આકર્ષવા માટે પેટ્રોલના ભાવ માં 22 રૂપિયાનો રેકોર્ડતોડ વધારો