(જી.એન.એસ), તા.૬
મૂળ મહેસાણાના સુરતમાં લોખંડનો વેપાર કરતાં વેપારીએ મંગળવારે મહેસાણાની સાગર સોસાયટીમાં રહેતા ભાઇના બંગલામાં પત્ની સાથે આપઘાત કરતાં ચકચાર મચી ગઇ હતી. અંકલેશ્વરમાં આવેલી 11 વીઘા જમીન બાબતે થયેલી છેતરપિંડીથી હતાશ થયેલા વેપારીએ પત્ની સાથે ગળે ટૂપો ખાઇ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બે મહિનાની રઝળપાટ દરમ્યાન જમીન દલાલોની ધાક ધમકીઓથી કંટાળી હવે ન્યાય નહીં મળે તેવી સંભાવનાઓ દેખાતા આ પગલું ભર્યું છે. બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દંપત્તિની લાશ પાસેથી સફેદ કવરમાં બંધ 6 પાનાની સુસાઇડ નોટ મળી આવતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો છે.
સુરતના લોખંડના વેપારીએ મંગળવારે મહેસાણાની સાગર સોસાયટીમાં રહેતા ભાઇના બંગલામાં પત્ની સાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. દંપતીએ આપઘાત પહેલાં 6 પાનાની સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેમણે અંકલેશ્વરમાં આવેલી 11 વીઘા જમીન બાબતે થયેલી છેતરપીંડીથી હતાશ થઈ આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું. સુરતમાં કામરેજ રોડ પર આવેલા દાદા ભગવાન કોમ્પલેક્ષમાં રહેતા અને લોખંડનો વેપાર કરતા મૂળ મહેસાણાના સુરેશભાઇ ભવાનભાઇ પટેલ સોમવારે પત્ની અને પુત્ર ચિંતન સાથે મહેસાણામાં સાગર સોસાયટીમાં રહેતા નાનાભાઇ ભરતભાઇના ઘરે આવ્યા હતા. જ્યાં મંગળવારે બપોરે 3 વાગે મકાનના ઉપરના માળે લોખંડની એંગલમાં દોરડું ભરાવી દંપતીએ આપઘાત કરી લીધો હતો.
દંપતીની લાશ પાસેથી પોલીસને છ પાનાની સૂસાઇડ નોટ મળી હતી. તેમાં તમામ ખુલાસાઓ જેમાં લખવામાં આવ્યું હતું કે, સુરતના આ વેપારીએ ધંધામાં થયેલી કેટલીક બચતમાંથી અંકલેશ્વરના સિસોદરા ખાતે વર્ષ 2015માં 11 વીઘા જમીન પોતે ખેડૂત ખાતેદાર ન હોઇ પત્નીના નામે ખરીદી હતી. તાજેતરમાં ધંધાના કારણે જમીન વેચવાનો નિર્ણય લેનાર વેપારી જમીન દલાલ નટુભાઇ પટેલ મારફતે ધીરૂ મેર સહિતના સંપર્કમાં આવી 11 વીઘા જમીનનો રૂ.1.16 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. નોટબંધીના મુદ્દે એડવાન્સમાં માત્ર રૂ. 20 લાખ આપી કોરા કાગળમાં સોદા ચિઠ્ઠી લખી ગત 20 ડિસેમ્બર, 2016માં દસ્તાવેજ કરી લેનારા જમીન દલાલો અને જમીન રાખનાર બાકીના રૂ.96 લાખ આપવા વાયદા કરતા હોઇ છેતરાયાનો અહેસાસ થયો હતો.
પોતે એકલા આપઘાત કરે તો છેતરપિંડી કરનારાઓ અમે તો સુરેશભાઇ પાસેથી જમીન લીધી નથી તેમ કહીને બચી જાય માટે જમીન માલિક પત્ની મંજુલાબેન સાથે આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસ સ્ટેશનોમાં ઓળખાણ હોઇ કંઇ તોડી શકશો નહીં તેવી ધમકીઓ આપનારા તત્વોની ધાક જોતાં ન્યાય મળવો અશક્ય જણાતાં પોતાનો કેસ મહેસાણામાં ચાલે તે માટે ભાઇના ઘરે આપઘાત કર્યો હતો. વેપારીએ જમીન સંબંધે થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિગ, વીડિયો રેકોર્ડિંગ પેન ડ્રાઇવમાં લઇ પુરાવારૂપે ચિઠ્ઠી સાથે કવરમાં મૂક્યા છે. સૂસાઇડ નોટમાં જયરામ દેસાઇ (જમીન દલાલ), ધીરૂભાઇ મેર (જમીન દલાલ), લાલાભાઇ, જીતુભાઇ, મુકેશભાઇ અને અંકિતના નામનો નોટમાં ઉલ્લેખ છે.
આ ઘટના અંગે પોલીસને જાણ કરાઇ હતી. મૃતકના સ્વહસ્તે લખાયેલી સુસાસાઇડ નોટ જોતાં તેમની અંકલેશ્વરમાં આવેલી 11 વીઘા જમીનમાં થયેલી છેતરપીંડી બાદ બે મહિનાથી ન્યાય માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઇ કંટાળી જઇ આપઘાત કર્યાનું મનાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.