Home ગુજરાત સુરતના કવાસ પાટિયા પાસે ઝૂપડામાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહિ

સુરતના કવાસ પાટિયા પાસે ઝૂપડામાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહિ

31
0

સુરતના કવાસ પાટિયા ઈચ્છાપોર પોલીસ મથકની પાછળ એક ઝુપડામાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેને લઈને અહી અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. સુરતના ઈચ્છાપોર પોલીસ મથકની પાછળ આવેલા ઝુપડામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અહી અફરાતફરી મચી જવા પામી હતી.

બીજી તરફ સ્થાનિકોએ આગના બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી જેથી અડાજણ અને પાલનપુરની ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. આગના કારણે ઝૂપડામાં રહેલી ઘર વખરી બળીને ખાક થઇ ગયી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. ​​​​​​​ફાયર વિભાગે જણાવ્યું હતું કે, સવારે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી પરંતુ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર એટલી જ ઝડપથી કાબુ મેળવી લીધો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરબીમાં બેંકમાંથી મશીનરી લોન લઈ મશીનરી જ ગાયબ કરી નાખી, પોલીસે તપાસ હાથ ઘરી
Next articleગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી મોદી એ કહ્યું , “છેલ્લા 8 વર્ષમાં 72 હવાઈમથક બનાવ્યા”