Home હર્ષદ કામદાર સુપ્રીમકોર્ટના એક ચૂકાદાએ દિલિત સમાજને રાજકીય પક્ષોની વોટબેન્ક બનાવી દિધો…!!?

સુપ્રીમકોર્ટના એક ચૂકાદાએ દિલિત સમાજને રાજકીય પક્ષોની વોટબેન્ક બનાવી દિધો…!!?

529
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.11
10મી એપ્રિલે અનામતના વિરોધમાં જે બંધનું એલાન સવર્ણો અને ઓબીસી દ્વારા આપવામાં આવ્યું હતું તે નિષ્ફળ ગયું છે. ભાજપ કે અન્ય કોઈ પક્ષોએ સવર્ણોને ટેકો જાહેર કર્યો ન હતો. ખાસ કરીને ભાજપને સવર્ણોના મતો જોઇએ છે પરંતુ જ્યારે સવર્ણો દ્વારા બંધનું એલાન આપવામાં આવે ત્યારે તેને ભાજપે કે અન્ય કોઈપણ રાજકીય પક્ષે ટેકો નહીં આપીને પોતે દલિતોના પડખે છે અને દલિતોનું હિત તેમના હૈયે છે તેવું બતાવવા માટે સવર્ણોને ટેકો આપ્યો નથી એવી એક છાપ ઉપસી રહી છે. જાણે કે તમામ રાજકીય પક્ષો દલિતોના હામી બની ગયા હોય તેમ પણ જણાઈ રહ્યું છે.
રાજકીય સૂત્રોએ જણાવ્યું કે દલિતો દ્વારા બીજી એપ્રિલે બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે તે સફળ અને હિંસક બન્યું હતું. અનામતના વિરોધમાં દસમી એપ્રિલે બંધનું એલાન સવર્ણોના નામે આપવામાં આવ્યું હતું જેમાં ઓબીસી વર્ગોને પણ જોડવામાં આવ્યા હતા. જોકે દસમી એપ્રિલે ભારત બંધની અસર માત્ર બે કે ત્રણ રાજ્યો પૂરતી જ જોવા મળી હતી અને તે રાજ્યો પણ એવા છે કે જ્યાં આ વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ સવર્ણોની વાત કરે છે અને ભાજપનો જે મોટો વર્ગ છે તે સવર્ણો જ છે પરંતુ સવર્ણો દ્વારા જ્યારે પોતાના હિત ખાતર બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે ભાજપનો એક પણ કાર્યકર્તા બંધ પળાવા ઝંડો લઇને નિકળ્યો નથી. એ જ દર્શાવે છે કે ભાજપને હવે સવર્ણ મતોની કોઈ કિંમત કે ચિંતા નથી. તેનું એક મુખ્ય કારણ એ પણ જોવા મળી રહ્યું છે કે ભાજપ હવે દલિતોની પગચંપી કરી રહ્યું છે. સુપ્રીમકોર્ટના એક ચૂકાદાના પગલે દલિતોમાં જે રોષ જોવા મળ્યો તેનાથી ભાજપ અને તેની સરકાર હચમચી ગઈ છે. દલિત વોટબેન્કને પોતાની તરફ લાવવા હવે દલિતોની આળપંપાળ શરૂ કરવા માટે સવર્ણોનો ભોગ લેવામાં આવ્યો હોય તેમ દસમીના બંધને નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રયાસો આવ્યા હતા.
રાજકીય સૂત્રોએ જણાવ્યું કે ભાજપની વોટબેન્કમાં સવર્ણોની જાણે હવે કે કોઈ જરૂર નથી અને રાજસ્થાન મધ્યપ્રદેશ વગેરે વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે દલિતોને સહારે વૈતરણી પાર લગાવવાનો નિર્ણય કર્યો હોય તેમ 12મી એપ્રિલે દલિતોના હિતમાં અનશનનો કાર્યક્રમ છે તો 14 એપ્રિલ ડૉ.બાબાસાહેબ આમ્બેડકની જન્મજયંતિને સમગ્ર દેશમાં મોટાપાયે ધામધૂમથી ઉજવવાના આદેશ પણ ભાજપે આપ્યા છે. તેમને હવે સવર્ણોના મતોની કોઈ જરૂર નહોય એમ પણ સવર્ણ નેતાઓને લાગી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્મૃતિ ઇરાનીએ ફરી બાફ્યું….!!, જીવીત સેશાનને શ્રધ્ધાંજલિ આપી દીધી…!
Next articleસમગ્ર રાજ્યમાં ભાજપના 5 સ્ટાર ધરણાં, કૂલરો સાથે મિનરલ વોટર