(જી.એન.એસ),તા.૨૫
મુંબઈ
દુનિયાભરમાં કેજીએફ મૂવી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં સુપરસ્ટાર યશ લાંબા વાળ અને દાઢીવાળા લુકમાં જોવા મળી રહ્યો છે. એવામાં યશનો એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈને રોકી ભાઈના ફેન્સ આશ્ચર્યચકિત થઈ જશે. આ વીડિયોમાં યશ તેની લાંબી દાઢીને ટ્રિમ કરતો જોવા મલી રહ્યો છે.સુપર સ્ટાર યશનો જે વીડિયો સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે યશ તેની પત્ની રિદ્ધિમા પંડિત સાથે છે. યશ અને રિદ્ધિમાં બે બાળકોના માતા-પિતા છે. કપલની પુત્રીનું નામ આર્યા અને પુત્રનું નામ અર્થવ છે. યશ કાતરથી તેની લાંબી દાઢીને કાપતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ હેર ડ્રેસર તેની દાઢીને સેટ કરતો જોવા મળે છે. યશને દાઢીને ટ્રિમ કરતા જોઈ તેની પત્ની રિદ્ધિમા ખુશ જોવા મળી રહી છે. યશનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, સુપર સ્ટારનો આ વીડિયો 4 વર્ષ જુનો છે. યશનો આ વીડિયો વર્ષ 2018 નો છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. જ્યારે પહેલી વખત યશ પિતા બનવા જઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની દાઢી ટ્રિમ કરાવી હતી. તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 ટુંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે. ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થશે. કેજીએફ ચેપ્ટર 2 ના ડિજિટલ રાઈટ્સ એમેઝોન પ્રાઈમે ખરીદ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તામિલ જેવી ભાષાઓમાં 27 મેથી આ ફિલ્મ જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.