Home ગુજરાત ગાંધીનગર સી.આર.પી.એફની મહિલા બાઇકર્સ ટીમ”યશસ્વીની” ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના સંદેશ સાથે ગાંધીનગર...

સી.આર.પી.એફની મહિલા બાઇકર્સ ટીમ”યશસ્વીની” ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના સંદેશ સાથે ગાંધીનગર પહોંચી

39
0

(G.N.S) Dt. 25

ગાંધીનગર

‘બેટી બચાવો -બેટી પઢાવો’ અને મહિલા સશક્તિકરણનો સંદેશ લઈ સી.આર.પી.એફના મહિલા બાઇકર્સ ની એક ટુકડી 24 ઓક્ટોબરના રોજ ગાંધીનગર સી.આર.પી.એફ કેમ્પ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સી.આર.પી.એફ ગાંધીનગર દ્વારા મહિલા બાઇકર્સના સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન પણ કરાયુ હતું.
ઉલ્લેખનીય છે કે ૧૫૦ જેટલા મહિલા સી.આર.પી.એફ બાઈકર્સે ૭૫ રોયલ એનફિલ્ડ બાઈક લઈ ૩- ઓક્ટોબર,૨૦૨૩ ના રોજ ૩ ટુકડીમાં ક્રોસ કંટ્ર્ર્ર્રી રેલીની શરૂઆત ઉત્તરથી શ્રીનગર ,પૂર્વીય વિસ્તારથી શિલોંગ અને દક્ષિણથી કન્યાકુમારી ખાતેથી “યશસ્વીની” ગ્રુપ નામે ‘બેટી બચાવો – બેટી પઢાવો’ અંતર્ગત બાઈક રેલી અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન ગુજરાતનાં ૧૦ જિલ્લાઓમાં ફરી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાત ખાતે સંપન્ન થશે.


કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત ‘બેટી બચાવો- બેટી પઢાઓ’ યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા સી.આર.પી.એફના મહિલા બાઇકર્સ ટીમ “યશસ્વીની” દ્વારા ‘સશક્તિકરણ અને એકતા’ તથા ‘સમાવેશકતા અને એકતા’નો સંદેશ ફેલાવો કરવાના ધ્યેય સાથે 15 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની આવરી ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓ ખાતે કુલ ત્રણ ટીમ પૈકી બે ટીમના મહિલા બાઈકર્સ રતનપુર ખાતે અને ત્રીજી ટીમ સાપુતારાથી એમ ૧૫૦ મહિલા બાઇકર્સ અને તેમની સહાયક ટીમ મળી કુલ ૨૫૦થી વધુ મહિલાઓ દ્વારા રેલી કરી બાલિકા દિવસની ઉજવણી અને નારી શક્તિની ઉજવણી નું આયોજન કરાયું છે.


આ પ્રસંગે મહિલા બાઇકર્સ ગાંધીનગર ખાતે પહોંચતા સી.આર.પી.એફ ગાંધીનગરના શ્રી જે.એન કોહલી ડી.આઈ.જી રેન્જ ગાંધીનગર, શ્રી રામ સિંઘ ડી.આઈ.જી ગૃપ, ડી.આઈ.જી શ્રીમતી નીતુ, શ્રીમતી શૈલુ મહારાણા કમાન્ડન્ટ 135 બટાલીયન, શ્રી વિજય વર્મા કમાન્ડન્ટ જી એસ ગાંધીનગર તથા નાયબ નિયામકશ્રી, મહીલા અને બાળ વિકાસ વિભાગ દીપેનભાઈ પંડ્યા, મહીલા અને બાળ અધિકારીશ્રી ગાંધીનગર જીગરભાઈ જસાણી હાજર રહી “યશસ્વીની” મહિલા બાઇકર્સને આવકાર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાઉસફુલ 4 ના 4 વર્ષ પુરા થવા પર કૃતિ ખરબંદાએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી
Next articleદૈનિક રાશિફળ (તા.૨૬-૧૦-૨૦૨૩)