સીબીઆઈએ ભાંડો ફોડ્યો, મોદી સરકારમાં જ થયું છે બેન્ક કૌભાંડ…!!
(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.17
અબજપતિ હીરાના વેપારી નિરવ મોદીએ ર૦૧૧ નહી પરંતુ ર૦૧૭-૧૮ની વચ્ચે જ પંજાબ નેશનલ બેંકમાંથી ૧૧,૩૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે એવુ સીબીઆઇ તરફથી નોંધાયેલી એફઆઇઆરમાં જણાવાયુ છે.
દેશના ઇતિહાસમાં થયેલા સૌથી મોટા આ કૌભાંડ મામલે કેન્દ્રીય મંત્રી અને સત્તાધારી બીજેપી પક્ષના પ્રવક્તા દાવો કરી રહ્યા છે કે આ ઘટના 2011માં કોંગ્રેસ ના શાસનકાળ દરમિયાન થયું હતું, પરંતુ સીબીઆઈની અત્યાર સુધીની તાપસ દર્શાવે છે કે આ કૌભાંડ 2017-18ના બેંક ટ્રાન્સેકશન પૂરતું જ સીમિત છે.
આ મામલામાં બેંકના જે ચાર અધિકારીઓની પુછપરછ થઇ છે તે એ બધા સવાલોમાં ઘેરાયેલા બ્રાન્ચમાં ર૦૧૪ પછી તૈનાત હતા. આ અધિકારીઓમાં સામેલ બેચુ તિવારી ફેબ્રુઆરી ર૦૧પથી ઓકટો.ર૦૧૭ સુધી નરીમન પોઇન્ટ બ્રાન્ચના ચીફ મેનેજર હતા. આ સિવાય સંજયકુમાર પ્રસાદ મે-ર૦૧૬ અને ઓકટો.ર૦૧૭ વચ્ચે બ્રાન્ડી હાઉસ બ્રાન્ચમાં આસી. મેનેજર હતા. મોહીન્દરકુમાર શર્મા નવે.ર૦૧પથી જુલાઇ ર૦૧૭ વચ્ચે ઓડીટર હતા અને મનોજ કરાત નવે.ર૦૧૪થી ડિસે.ર૦૧૭ સુધી સીંગલ વિન્ડો ઓપરેટર હતા.
અબજોપતિ હીરા કારોબારી નીરવ મોદીએ 2011માં નહિ, પરંતુ 2017 અને 2018ની વચ્ચેજ “પંજાબ નેશનલ બેંક” પાસેથી 11,300 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફ આઈ આર માં આ અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારના રોજ પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીની ધરપકડ કરી લેવામાં આવી છે.
દેશના ઇતિહાસમાં થયેલા આ સૌથી મોટા કૌભાંડ અંગે કેન્દ્રીય મંત્રી અને બીજેપી પ્રવતકતાઓ દવા કરી રહ્યા છે કે, આ કૌભાંડ કોંગ્રેસ ના શાસનકાળમાં 2011 દરમિયાન શરુ થયું હતું. જોકે, વાસ્તવિકતા એ છે કે સીબીઆઈ દ્વારા જે પ્રારંભિક તાપસ થઇ છે તેમાં એવું સ્પષ્ટ થયું છે કે આ અંગેના બેંક ટ્રાંજેકશન 2017-18 સુધી જ સીમિત છે. જો આ કૌભાંડ 2011 માં શરુ થયું હોત તો આ છેતરપીંડીની રકમ 11,300 કરોડથી ઘણી વધારે હોત.
આ સમગ્ર મામલે “પંજાબ નેશનલ બેંક” ના જે ચાર અધિકારીઓ સાથે પૂછપરછ ચાલી રહી છે, તેઓ સૌ આ બ્રાન્ચમાં 2014 પછીથી કાર્યરત છે. આ અધિકારીઓમાં શામેલ બેચુ તિવારી ફેબ્રુઆરી, 2015 થી ઓક્ટોબર, 2017 સુધી નરીમાન પોઇન્ટ બ્રાન્ચ શાખાના ચીફ મેનેજર હતા. આ ઉપરાંત, સંજયકુમાર પ્રસાદ મે, 2016 અને ઓક્ટોબર, 2017 દરમિયાન બીચ બ્રેન્ડી હાઉસ બ્રાન્ચમાં આસીટન્ટ મેનેજર હતા. વળી, મોહિન્દર કુમાર શર્મા નવેમ્બર, 2015 થી જુલાઈ, 2017 સુધી ઓડિટર હતા તો મનોજ કરાત નવેમ્બર, 2014 થી ડિસેમ્બર, 2017 સુધી સિંગલ વિન્ડો ઓપરેટર હતા.
આ ગોટાળાને લઈને થયેલી ફરિયાદમાં મનોજ કરાત અને ગોકુલનાથ શેટ્ટીના નામ છે. ગોકુલનાથ શેટ્ટી છેલ્લે તેમના ઘરે પાંચ દિવસ પૂર્વે જોવા મળ્યા હતા, ત્યાર બાદથી તેઓ ફરાર છે. સીબીઆઈ દ્વારા શુક્રવારે તેના ઘરે ત્રીજી વખત છાપા મારવામાં આવ્યા હતા. તેની પત્ની સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. આખરે શનિવારના રોજ બેન્કના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીની ધરપકડ કરી લેવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.
પીએનબી કૌભાંડમાં સીબીઆઈ અત્યાર સુધીમાં બે ફરિયાદ કરી ચુકી છે અને આ સંબંધે નીરવ મોદીના મામા મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રૂપના બીજા ડિરેક્ટર્સ સાથે જોડાયેલા 26 સ્થળોએ છાપા મારવામાં આવ્યા છે. મુંબઈ, પુના, સુરત, જયપુર, હૈદરાબાદ અને કોઇમ્બતુર માં સીબીઆઈ એ આ તમામ લોકો સાથે સંલગ્ન કારખાનાઓ, કચેરીઓ અને ઘરો ઉપર છાપામારી કરી છે.
સીબીઆઈ ની ફરિયાદમાં મેહુલ ચોક્સી અને તેની ત્રણ કંપની ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા લિમિટેડ અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડના ડિરેક્ટર્સ અને બે બેંક કર્મચારીઓના નામ છે. ‘પંજાબ નેશનલ બેંક’ તરફથી 13 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી ફરિયાદના આધારે આ લોકોના નામને શામેલ કરાયા છે. આ મામલે પીએનબી ને કુલ 4886.72 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જયારે બીજી જે ફરિયાદ થઇ છે, તે અંતર્ગત આ ગોટાળો કુલ મળીને રૂ. 11,300 કરોડે પહોંચ્યો હતો.
આ તાજેતરમાં નોંધાયેલી ફરિયાદમાં 143 “લેટર્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ્સ'(LoU) નો ઉલ્લેખ છે, જેના દ્વારા ચોક્સીએ બેંકો સાથે 3031 કરોડ રૂપિયા કાઢ્યા હતા. આ ઉપરાંત તેમાં 224 ફોરેન લેટર્સ અને વિદેશી ઋણ પત્રો (ક્રેડિટ) નો પણ નિર્દેશ થયેલો છે જેના દ્વારા ભારતીય બેંકોની વિદેશી શાખાઓ માંથી 1718 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા.
સીબીઆઈની ફરિયાદ અનુસાર આ 150 LoU થી અલગ છે, જેનો ઉલ્લેખ 31 જાન્યુઆરી ના રોજ દાખલ એફઆઈઆર માં કરવામાં આવ્યો છે. આ પૂર્વેની એફઆઈઆર માં નીરવ મોદી, તેની પત્ની અમી અને ભાઈ નીશલ મોદી તથા મામા મેહુલ ચોક્સી સહીત અન્ય બે બેંક અધિકારોના નામ હતા. સીબીઆઈએ તે સમયે આ મામલે 3 અને 4 ફેબ્રુઆરીના રોજ નીરવ મોદી અને તેના પરિવાર તેમજ બેંક અધિકારીઓ સાથે જોડેયેલા 21 સ્થળોએ છાપા માર્યા હતા. સીબીઆઈને આ છાપા દરમિયાન કરોડો રૂપિયાના હીરા હાથ લાગ્યા હતા જે તેને જપ્ત કરીને ઈડીના અધિકારીઓને સુપરદ કર્યા હતા.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને એ વાત ગળે નથી ઉતારતી કે પીએનબીના માત્ર બે કર્મચારીઓએ જ 11,300 કરોડના આટલા મોટા કૌભાંડને કઈ રીતે અંજામ આપ્યો હશે. આ કારણે, બેન્કના અન્ય ત્રણ અધિકારીઓની પણ પૂછપરછ થઇ રહી છે, જેમના નામનો હજુ સુધી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.