Home દેશ - NATIONAL સીબીઆઈએ દિલ્હીના દારૂ કૌભાંડમાં મનીષ સિસોદીયાને આરોપી નં.૧ તરીકે એફઆઈઆર નોંધી

સીબીઆઈએ દિલ્હીના દારૂ કૌભાંડમાં મનીષ સિસોદીયાને આરોપી નં.૧ તરીકે એફઆઈઆર નોંધી

22
0

(જી.એન.એસ),તા.૨૦
નવીદિલ્હી
કેન્દ્રીય તપાસ બ્યુરોએ દિલ્હી આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓના મામલે રાષ્ટ્રીય રાજધાની અને ૭ અન્ય રાજ્યોમાં ૨૧ સ્થળો પર દરોડા પાડ્યા. તપાસ એજન્સીએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ધરે પણ દરોડા પાડ્યા. ત્યારે આ મામલે સીબીઆઇએ હ્લૈંઇ નોંધાવી છે. સીબીઆઇએ આ મામલે ૧૫ લોકોને આરોપી ગણાવ્યા છે. મનીષ સિસોદિયાને આરોપી નંબર ૧ ગણાવ્યા છે. સીબીઆઇએ પીસી અધિનિયમ ૧૯૮૮, ૧૨૦-બી, ૪૭૭એ, મૂળ ગુના હેઠળ કેસ નોંધ્યો છે. દરોડા દરમિયાન મનીષ સિસોદિયાના આવાસ પરથી આપત્તિજનક દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કર્યા છે. સીબીઆઇએ એક સાર્વજનિક સાક્ષીની હાજરીમાં કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા. એક સૂત્રએ કહ્યું કે, ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા સાથે આ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ટીમ તેમના ઘર પર હાલ વિવિધ દસ્તાવેજાે તપાસ કરી રહી છે અને સિસોદિયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઇની ટીમોએ પૂર્વ આબકારી કમિશનર ઇ. ગોપીકૃષ્ણ, ચાર લોક સેવકો અને અન્યના ઘર પર પણ દોરોડા પાડ્યા. આ પહેલા સિસોદિયાએ દાવો કર્યો કે તે નિર્દોષ છે અને સીબીઆઇ કેન્દ્રના ઇશારે કામ કરી રહી છે. મનીષ સિસોદિયાએ શુક્રવારના પોતાના ઘર પર સીબીઆઇના દરોડાને દુભાગ્યપૂર્ણ ગણાવ્યા અને કહ્યું, દેશ માટે સારું કામ કરનારા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સિસોદિયાએ સીબીઆઇના અધિકારીઓનું સ્વાગત કર્યું અને કહ્યું કે તે દરેક પગલાં પર તપાસ એજન્સીઓને સહયોગ કરશે જેથી સત્ય જલદી સામે આવી શકે. તેમણે કહ્યું, મારી સામે ઘણા કેસ નોંધવામાં આવ્યા છે અને આજ સુધી કંઈપણ સાબિત થયું નથી. આ મામલે પણ કંઈપણ સામે નહીં આવે. સારા શિક્ષણના મારા કામને રોકી શકાશે નહીં. સિસોદિયાએ કહ્યું, તે દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભૂત કાર્યોથી નિરાશ છે. તેથી તે દિલ્હીના સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રાલયની સામે ષડયંત્ર રચી રહ્યા છે, જેથી સારા કામને રોકી શકાય. અમારી બંને પર ખોટા આરોપ લગાવ્યા છે. સત્ય સામે આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમનીષ સિસોદીયાના ઘર સહિત ૨૧ જગ્યાએ સીબીઆઈના દરોડા
Next articleસોમાલિયાના મોગાદિશુની હયાત હોટલમાં આતંકીઓનો હુમલો : ૮ લોકોના મોત