Home ગુજરાત સિવિલમાં બીજા દિવસે પણ હડતાલ યથાવત, દર્દીઓના પરિવારજનો દ્વારા રોડ બ્લોક

સિવિલમાં બીજા દિવસે પણ હડતાલ યથાવત, દર્દીઓના પરિવારજનો દ્વારા રોડ બ્લોક

356
0

સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં ઉત્તરપ્રદેશના ડોકટર પર મધ્યપ્રદેશના દર્દીના સગાઓએ છરી વડે હુમલો કર્યો હતો. તુમ સારવાર અચ્છી નહીં કરતે હો તુમકો ગીરાના પડેગા તેમ કહી હુમલો કર્યો હતો. જેમા ડોકટર અને સિક્યુરિટી ગાર્ડને સામાન્ય ઇજા થઇ હતી. આ મામલે 150થી વધુ તબીબો અને નર્સીંગ સ્ટાફ ગુરૂવાર એટલે ગઈકાલથી હડતાલ પર ઉતરી ગયા હતાં અને આજે પણ હડતાલ યથાવત જ છે. આ હડતાલમાં વર્ગ4ના કર્મચારીઓ પણ જોડાયા છે.
આ હડતાલને કારણે 500થી વધુ દર્દીઓની હાલત કફોડી બનતાં પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની હડતાલમાં વિરોધ નોંધાવીને અસારવા ચામુંડા રોડ બ્લોક કરી દીધા છે. આ ઉપરાંત બીજા શહેરથી આવેલા દર્દીઓ પણ રઝળી પડ્યાં થઈ રહ્યાં છે.
બુધવારે રાત્રીના આઠ વાગ્યાથી ડો. અશોક રાજનારાયણ સિંગ કેન્સર વિભાગમા સીએમઓ તરીકે ફરજ પર હાજર હતા. મધ્યપ્રદેશ ઉજૈનની ૫૦ વર્ષીય લક્ષ્મીબહેન જયસ્વાલ રાત્રીના ૧૨.૩૦ વાગ્યે સારવાર માટે તેના સબંધીઓ સાથે આવી હતી. ડોકટરે દર્દીને સારવાર માટે ખસેડીને સારવાર ચાલુ કરી હતી. દરમિયાનમાં મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે એક લક્ષ્મીબહેનના સગાએ સારવારનુ વીડિયો રેકોડિંગ કરવાનુ શરુ કર્યું હતુ. સીએમઓએ સિક્યુરિટી ગાર્ડ તરુણને બોલાવી દર્દીના સગાઓને બહાર કાઠવા સૂચના આપતા સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ સાથે દર્દીઓના સગાએ ઝપાઝપી કરતા ડોકટર અને ર્નિંસગનો સ્ટાફ દોડી આવ્યો હતો. દરમિયાનાં બંટી નામનો યુવક આવ્યો અને તેની પાસેથી છરી કાઢીને તેણે ડોકટરને કહ્યું કે, તુમ સારવાર અચ્છી નહીં કરતે હો તુમકો ગીરાના પડેગા તેમ કહી હુમલો કર્યો હતો. દરમિયાનમાં હોસ્પિટલના અન્ય ડોક્ટર અને વધુ સ્ટાફ દોડી આવતા હુમલાખોર ભાગી ગયા હતા. શાહીબાગ પોલીસે ગોરધન જયસ્વાલ, અરવિંદ શેખાવત અને અખિલેશ ઉર્ફે બંટી પાંડે ત્રણે રહે. ચમનપુરાની ધરપકડ કરી છે.
બાપુનગરમાં રહેતી કેન્સરની મહિલા દર્દીને બુધવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરતું તાત્કાલિક અને ઝડપથી સારવાર નહીં મળતા દર્દીના સગા બંટી પાન્ડેએ ઓન્કો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોકટર અશોકસિંહને ચપ્પુના ઘા ઝીંકયા હતા. છેલ્લા એક મહિનામાં તબીબ પર હુમલાનો આ ત્રીજો બનાવ નોંધાયો છે. જેને લીધે બુધવારે રાતથી તબીબો હડતાલ પર ઊતર્યા છે. ગુરુવારે મોડીરાત સુધી સિવિલના તમામ રેસિડેન્ટ તબીબોની હડતાલ હજુ ચાલી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં એકસાથે ૫ હજાર જેટલા તબીબો માસ સીએલ પર ઉતરવાના નિર્ણય સામે સરકારે લાલ આંખ કરી છે. સરકારે હડતાલિયા તબીબો સામે એસ્મા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ઇનર્સિવસ ડોકટર એસોસિયેશન એ સરકાર માન્ય નહી હોવાથી તેમની માસ સીએલ મંજૂર કરવાની દરખાસ્ત પણ સ્વીકારવામાં આવી નથી.
તાત્કાલિક સારવારને બદલે તબીબોથી લઇને સ્ટાફ ગેરહાજર રહેતો હોય છે.દર્દીની સાથે આવતા સગાઓ સારવાર નહીં મળતા રાહ જોઇને તબીબોને શોધવા નીકળે છે. છેવટે સગાઓની ધીરજ ખૂટતા તબીબો સાથે ઘર્ષણના બનાવો બને છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં રાત્રે ઘરની બહાર સુતેલા યુવકની આંખ-કાનમાંથી લોહી નીકળતી મળી લાશ
Next articleરાજકોટ કલેકટર ઓફિસ બહાર બળદગાડા બાંધી માલધારી-ખેડૂતોનો વિરોધ, 2ના મોત