Home ગુજરાત રાજકોટ કલેકટર ઓફિસ બહાર બળદગાડા બાંધી માલધારી-ખેડૂતોનો વિરોધ, 2ના મોત

રાજકોટ કલેકટર ઓફિસ બહાર બળદગાડા બાંધી માલધારી-ખેડૂતોનો વિરોધ, 2ના મોત

606
0

(જી.એન.એસ), તા.૭
આજે રાજકોટ શહેરની આજુ-બાજુના ગામના ખેડૂતો અને માલધારીઓએ પાણી અને માલધારી વસાહત મુદ્દે કલેકટર કચેરી બહાર અનોખી રીતે વિરોધ કર્યો છે. રાજકોટમાં કલેકટર કચેરીની બહાર ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો વિરોધ નોંધાયો છે. કલેકટર કચેરીની બહાર જ ખેડૂતો અંદાજે 20 જેટલા બળદગાડા બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કલેકટર કચેરીમાં વિરોધ નોંધાવા પહોંચેલા માલધારીઓમાંથી એક માલધારીનું વિરોધ પ્રદર્શન દરમ્યાન મોત થતાં દોડધામ મચી છે. હાલ રાજકોટ કલેકટર વિક્રાંત પાંડે ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ખેરડી, ભીસરી, અને તરઘડીયા ગામના માલધારી અને ખેડૂતોનું કહેવું છે વારંવાર રજૂઆતો કરવા છતાં સિંચાઇની પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમની માંગ છે કે ખેતી અને ઢોર-ઢાંખર માટે પૂરતું પાણી આપવામાં આવે. ઘણા સમયથી રજૂઆત કરી છે પરંતુ તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. વિરોધ નોંધાવા પહોંચેલ વૃદ્ધ માલધારી પ્રભાતભાઈ લાવડિયાને સવારથી જ કલેકટર ઓફિસ બહાર ઉભા રહેતા છાતીમાં દુ:ખાવો ઉપડતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને મૃત જાહેર કરાયા છે.
મળતી માહિતી પ્રમાણે ગૌચરની જમીન, માલધારી વસાહતનો પ્રશ્ન અને પાણીના મુદ્દે કલેકટર કચેરીમાં ગાડા બાંધી દીધા છે. માલધારીઓ માટે ગામડાંમાં વસાહત બનાવામાં આવી રહી છે તેની સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો છે.
આ અંગે વિરોધ નોંધાવા પહોંચેલ માલધારીએ કહ્યું હતું કે અમારી પાણીની સમસ્યા ઘણા સમયથી પડતર છે. તેમજ અમને શહેરમાંથી ખસેડીને ગામડાંમાં મોકલવામાં આવી રહ્યા છે તો અમારા માલધારી સમાજના માલઢોરને અમારે કયાં નાંખવાના? અમારી પાંચ હજારની વસતીનો પ્રશ્ન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિવિલમાં બીજા દિવસે પણ હડતાલ યથાવત, દર્દીઓના પરિવારજનો દ્વારા રોડ બ્લોક
Next articleહિન્દી મિડિયમનું ટ્રેલર રિલિઝ કરાયું