(GNS),01
કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાની એક ટિપ્પણીમાં કહ્યું કે, CIBIL (Credit Information Bureau (India) Limited) સ્કોર ઓછો હોવા છતાં પણ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોનની અરજી બેન્ક રદ કરી શકે નહીં. બેન્કોને કડક શબ્દોમાં ફટકાર લગાવતા જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને શિક્ષણ લોન માટે અરજી પર વિચાર કરતી વખતે બેન્કોને માનવીય દ્રષ્ટિકોણ અપનાવવા માટે ભલામણ કરી છે. લાઈવ લોના એક રિપોર્ટ અનુસાર, હાઈકોર્ટે વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરતી કહ્યું કે, વિદ્યાર્થીઓ આવતીકાલના રાષ્ટ્ર નિર્માતા છે. તેમને ભવિષ્યમાં આ દેશનું નેતૃત્વ કરવાનું છે. ફક્ત એટલા માટે કે એક વિદ્યાર્થીનો સિબિલ સ્કોર ઓછો છે એટલે તેને એજ્યુકેશન લોન નહીં મળે. મારુ માનવું છે કે, આવા વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોન બેન્ક દ્વારા અસ્વીકાર ન કરવી જોઈએ.
આ મામલામાં અરજીકર્તા, જે એક વિદ્યાર્થી છે, તેણે બે લોન લીધી હતી. જેમાં એક લોન 16,667 રૂપિયા હજૂ બાકી છે. બેન્કે બીજી લોન ખાતામાં નાખી દીધી. આ જ કારણે અરજીકર્તાનો સિબિલ સ્કોર ઓછો થઈ ગયો હતો. અરજીકર્તાના વકીલે કોર્ટમાં કહ્યું કે, જ્યાં સુધી રકમ તરત પ્રાપ્ત ન થાય, અરજીકર્તા ભારે મુશ્કેલીમાં મુકાઈ જશે. અરજીકર્તાના વકીલે પ્રણવ એસ આર વિરુદ્ધ બ્રાન્ચ મેનેજર અને અન્ય 2020નો ઉલ્લેખ કર્યો. જેમાં ન્યાયલયે માન્યું હતું કે, એક વિદ્યાર્થીના માતા-પિતાનો અસંતોષજનક ક્રેડિટ સ્કોર શિક્ષણ લોનને અસ્વીકાર કરવાનો આધાર ન હોઈ શકે.
કારણ કે, વિદ્યાર્થીના શિક્ષણ બાદ તેની લોન ચુકવવાની ક્ષમતા યોજના અનુસાર, નિર્ણાયક કારક હોવી જોઈએ. વકીલોએ તર્ક આપ્યો કે, અરજીકર્તાને એક બહુરાષ્ટ્રીય કંપનીમાંથી નોકરીની ઓફર મળી છે અને આવી રીતે તે લોન ચુકવી દેવા માટે સક્ષમ થશે. તેના પર પ્રતિવાદી પક્ષના વકીલોએ તર્ક આપ્યો કે, મામલામાં અંતરિમ આદેશ આપવો. અરજીકર્તા દ્વારા માગવામાં આવેલી રાહત અનુસાર, ભારતીય બેન્ક સંઘ અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નિર્દેશિત યોજના વિરુદ્ધ હશે. વકીલોએ આગળ કહ્યું ક, સાખ સૂચના કંપની અધિનિયમ 2005 (Credit Information Companies Act, 2005) અને સાખ સૂચના કંપની નિયમ 2006 અને ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા જાહેર પરિપત્ર વર્તમાન અરજીકર્તાની સ્થિતીમાં લોનની રકમ આપવા મપર રોક લગાવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.