Home ગુજરાત ..સાવધાન….અપને આપ કો સંભાલો…વર્ના યે દેશ સંભાલના મુશ્કિલ હો સકતા હૈ…..!

..સાવધાન….અપને આપ કો સંભાલો…વર્ના યે દેશ સંભાલના મુશ્કિલ હો સકતા હૈ…..!

631
0

ચીનના સત્તાવાળાઓ લોકોને આ રોગથી બચાવવા તેમને ઘરમાં જ રહેવા જે બળપ્રયોગ કરતાં હતા તે યોગ્ય હતું….!
લોકોએ સમજી વિચારીને આ રોગથી બચવું હોય તો સ્ટે એટ હોમની નીતિ હાલમાં અપનાવવી જ પડશે. કારણ…? નહીંતર….

(જીએનએસ., પ્રવિણ ઘમંડે), તા.27
કોરોના.જે ઝડપે આખી દુનિયામાં મોબાઇલ ટેકનોલોજી ફેલાઇ તેના કરતાં પણ વધુ ઝડપે કોરોના વાયરસ ચીનથી શરૂ થઇને ગણતરીના દિવસોમાં જ દુનિયાના 195 દેશોમાં પહોંચી ગયો છે. તેની ભયાનકતા જોઇને ભલભલા ફફડી રહ્યાં છે. ચીનમાં વુહાન નામના શહેરમાં 2020ની શરૂઆતમાં આ રોગ ફેલાયો અને ત્યાના લોકોને પોલીસ દ્વારા જે બળજબરીપૂર્વક ઘરોમાં રાખવામાં આવે છે તેના વિડિયો જોઇને ઘણાને એમ થતું હતું કે ચીન સરકાર તેમના પર અત્યાચાર કરી રહી છે. પરંતુ જેમ જેમ તેની ભયાનકતા અને ચીન પછી ઇટલી અને અમેરિકામાં આ રોગે પોતાનો પંજો ફેલાયો તે જોઇને હવે એમ લાગે છે કે ચીનના સત્તાવાળાઓ લોકોને આ રોગથી બચાવવા તેમને ઘરમાં જ રહેવા જે બળપ્રયોગ કરતાં હતા તે યોગ્ય હતું….!
ભારતની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધઝનમાં વારંવાર બે હાથ જોડીને લોકોને ઘરોમાં જ રહેવા જે અપીલ કરી તેનો મર્મ લોકોએ સમજીને આ રોગથી બચવું હોય તો સ્ટે એટ હોમની નીતિ હાલમાં અપનાવવી જ પડશે. કારણ…?
કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો એ બાબત સારી રીતે જાણે છે કે કોરોનામાં હવે શું થવાનું છે….! તેથી દરેક રાજ્યમાં તાબડતોડ 500 કે 1000 બેડની કામચલાઉ હોસ્પિટલો યુધ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહી છે. જેમ જેમ સમય જશે તેમ તેમ કોમ્યુનિટી ટ્રાન્સમિટ દ્વારા એટલે કે એકબીજાના સંપર્કમાં આવીને જેઓ આ રોગના લક્ષણો ધરાવે છે તેમની સંખ્યા રાતોરાત વધી જવાની છે. અને એક તબક્કે કદાજ હોસ્પિટલોમાં જગ્યા જ નહીં રહે…! સરકારે આર્મીને પણ પણ તૈયાર રહેવા જણાવ્યું છે. અને અમેરિકાની જેમ ભારતમાં પણ કોરોના સામે લડવા આર્મીને મેદાનમાં ઉતારવી પડે તો પણ નવાઇ નહીં.
આવું ભારતમાં ક્યારેય બન્યું નથી. 130 કરોડની આબાદીવાળો દેશ જાણે થંભી ગયો…! વિમાન-ટ્રેન-બસો-વાહનો બધુ જ બંધ. લોકો અમુક દિવસ એકબીજાથી દૂર રહે તો કોરોનાના વાઇરસના ફેલાવાનો જે ચક્ર છે તે તૂટી જાય. અને રોગનો ફેલાવો અટકે., ગુજરાત અને દેશના કેટલાક લોકો તેને હળવાશથી લઇ રહ્યાં છે. પરંતુ જ્યારે સૂમસામ રોડ પરથી રાતના સન્નાટાને વિંધીને એમ્બ્યુલન્સની ગાડીઓ એક પછી એક એક સાથે સાયરન વગાડતી નિકળશે ત્યારે તે સાંભળીને લાગશે કે આ શું થઇ ગયું….! આ એક સંભવિત સત્ય બનવાનું સત્તાવાળાઓ જાણે છે તેથી ઓછામાં ઓછા લોકોને હોસ્પિટલમાં રાખવા પડે તે માટે લોકોને ઘરમાં રહેવા કહી રહ્યાં છે.
આરોગ્ય નિષ્ણાતોએ સરકારને જાણ કરી જ છે કે આ રોગના દર્દીઓ ક્યારે એકાએક વધશે. જેમ કે અમેરિકામાં એક જ દિવસમાં 10 હજાર કેસો બહાર આવ્યાં તેમ ભારતમાં પણ નહીં થાય એમ માની લેવાની જરૂર નથી. તે માટે એ લોકો જવાબદાર હશે કે જેઓ સરકારની મનાઇ છતાં મોજમજા માટે લોકડાઉનમાં ટહેલવા નિકળતા હતા….! 6 કરોડની વસ્તી ધરાવનાર અમેરિકાની આ હાલત છે તો 130 કરોડવી વસ્તીવાળા ભારતમાં આ રોગ બોંબની જેમ બહાર આવશે ત્યારે તેની ભયાનકતાનો લોકોને ખ્યાલ આવશે અને જેઓ ઘરમાં રહ્યાં તેઓ વિચારશે કે હાશ….આપણે બચી ગયા….!! એમ કહી શકાય કે ભારત કોરોનાના ટાઇમ બોંબ પર બેઠુ છે. અને ચીન-ઇટલી-અમેરિકાની જેમ કુછ ભી હો સકતા હૈ….સાવધાન….અપને આપ કો સંભાળો…વર્ના યે દેશ સંભાલના મુશ્કિલ હો સકતા હૈ…..!
કોરોના સામેની બેદરકારી ભારતને સામાજિકની જેમ આર્થિક રીતે પણ ભારે પડી શકે. બધુ જ ઠપ્પ. આવશ્યક ઉત્પાદન અને સેવા સિવાય બધુ જ બંધ છે લોકોને એકબીજાથી દૂર રાખવા માટે. આર્થિક બાબત પર જો નજર નાંખીએ તો, કોરોના વાયરસ અને 21 દિવસના લોકડાઉનની ભારતીય અર્થતંત્ર પર માઠી અસર પડશે. નાણાંકીય વર્ષ 2020-21માં ભારતનો વિકાસ દર ઘટીને 2.6 ટકા પર પહોંચી ત્રણ દાયકાના તળીયે આવી જશે તેમ દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર દ્વારા જણાવાયું છે. રેટિંગ એજન્સી ક્રિસિલ પણ આર્થિક વિકાસના દરના અગાઉના 5.2 ટકાના અંદાજને ઘટાડીને 3.5 ટકા કરી ચૂકી છે.
2020માં પણ આ જ પ્રકારે ગ્લોબલ જીડીપી ઘટશે તેવો અંદાજ વ્યક્ત કરતાં એસબીઆઈનું રિસર્ચ જણાવે છે કે દુનિયાના જીડીપીમાં ભારતનો હિસ્સો 3.5 ટકા છે, અને તેમાં બે ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. આ સિવાય રિયલ જીડીપીમાં 21 દિવસના લોકડાઉનને કારણે 1.7 ટકા જેટલી નકારાત્મક અસર પડશે. લોકડાઉનને કારણે 70 ટકા જેટલી ઈકોનોમી થંભી ગઈ છે. જેથી 2021માં જીડીપી 2.6 ટકા રહી શકે છે, આ એક નકારાત્મક ટ્રેન્ડ છે અને 2020-21ના પહેલા ક્વાર્ટરમાં તેની અસર દેખાશે. FY20નો જીડીપી રેટ પણ 5 ટકાથી ઘટીને 4.5 ટકા થશે અને ચોથા ક્વાર્ટરમાં જીડીપી રેટ 2.5 ટકા રહેશે.
એસબીઆઈના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષના જણાવ્યા અનુસાર, લોકડાઉનને કારણે 8 લાખ કરોડ રુપિયાનું નુક્સાન જશે, આવકમાં 1.77 લાખ કરોડનો ઘટાડો થશે, અને મૂડી આવક 1.7 લાખ કરોડ ઘટશે. છેલ્લા 60 વર્ષમાં વૈશ્વિક જીડીપીમાં 2009ના વર્ષમાં જ 1.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleથેંક્યુ અમદાવાદ પોલીસઃ પેઈંગ ગેસ્ટમાં રહેતી યુવતીને પોલીસએ તેના સગાને ત્યાં પહોંચાડી
Next articleજો રેશનીંગના દુકાનદારો પ્રમાણિક હોય તો પ્રહલાદ મોદી સરકારી માણસનો વિરોધ કેમ કરે છે….!