(જી.એન.એસ) તા.૨
ગાંધીનગર,
કાર્યક્રમમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ તથા દિવ્યાંગોના અધિકારોની જાગૃતિ માટે પેનલ ડિસ્કશન કરાશે છેલ્લા પાંચ વર્ષમાં ૬.૨૦ લાખથી વધુ દિવ્યાંગોને રૂ. ૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને તથા સામાજીક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ૩ ડીસેમ્બર, ૨૦૨૪ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે દિવ્યાંગ લાભાર્થીઓને મંત્રીશ્રીના વરદ હસ્તે દિવ્યાંગ સાધન સહાય વિતરણ, દિવ્યાંગોના અધિકારોની જાગૃતિ માટે પેનલ ડિસ્કશન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.સંયુક્ત રાષ્ટ્ર સંઘ જનરલ એસેમ્બલીમાંવર્ષ ૧૯૯૨માં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસની વાર્ષિક ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ વિશે સમાજમાં સમજણ વધે, તેમના પ્રશ્નો વિષે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનુ સમર્થન મળે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની વર્ષ ૨૦૨૪ની થીમ “Amplifying the leadership of persons with disabilities for an inclusive and sustainable future.” છે. શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તથા સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના નેતૃત્વમાં ગુજરાત સરકારે દિવ્યાંગોના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ૬.૨૦ લાખથી વધુ દિવ્યાંગોને રૂ. ૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. રાજ્ય સરકારશ્રી દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે નીચે મુજબના હિતકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. સંત સુરદાસ યોજનામાંથી બી.પી.એલ કાર્ડની તથા ઉંમરનું ધોરણ ૦ થી ૧૭નું દુર કરી લાભ આપવા અંગેની નવી બાબત મંજુર કરેલ છે. જેમાં રૂ.૨૮.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીકન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.૧૦૦૦/- સહાય આપવા અંગેની નવી બાબત બાબત મંજુર કરેલ છે. જેમાં રૂ.૧.૬૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં મફત મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલીયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીકન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને ૧૦૦% મફત મુસાફરીનો લાભ આપવા અંગેની નવી બાબત મંજુર કરેલ છે. જેમાં રૂ.૧.૫૯ કરોડની જોગવાઈ કરાઈ છે. મનોદિવ્યાંગો માટે ૩ શોર્ટટમ સ્ટે સેન્ટર (૨૪X ૭) (ટોચ મર્યાદા ૨૦) તેમજ રેસિડેન્શિયલ સેન્ટર શરૂ કરવા (ટોચ મર્યાદા ૮૦)ની નવી બાબત મંજુર કરેલ છે. જેમાં રૂ.૨.૧૪ કરોડની જોગવાઈ કરાઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.