(જી.એન.એસ.રવિંદ્ર ભદોરિયા) તા.૧૯/૧૦
અમદાવાદ: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળમાં સ્વચ્છતા પખવાડા ઉપરાંત, સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત ડીઝલ ટ્રેક્શન ટ્રેનિંગ સેન્ટર સાબરમતી ખાતે આખા વર્ષ, લોકો પાઇલટ્સ, શન્ટિંગ લોકો પાઇલટ્સ અને સહાયક લોકો પાઇલટ્સ અહીં તાલીમ આપવામાં આવે છે. તેમના દ્વારા સ્વૈચ્છિક સફાઇ કરવામાં આવે છે. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત આજે 19 ઓક્ટોબરે તાલીમ શાળાના મુખ્ય પ્રશિક્ષકે તાલીમાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા શપથ લેવડાવ્યા હતા.
સાબરમતી ડીઝલ શેડના સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, અભિષેક સિંહના માર્ગદર્શન હેઠળ, સાબરમતી ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ એસ.પી. સિંહની આગેવાની હેઠળ, મુખ્ય પ્રશિક્ષક વી.જી. પટેલ, અન્ય વરિષ્ઠ પ્રશિક્ષકોમાં આશેસ પીઠવા, એસ.પી. સિંઘ, ટી.આર. મીના, હરીશ કુમાર, મેહુલ કુમાર અને તમામ તાલીમાર્થીઓ શ્રમદાનમાં સામેલ થયા હતા. તમામ સાથીદારોએ તાલીમ કેન્દ્રની આસપાસના છાત્રાલયના પરિસર અને આસપાસના પ્લાસ્ટિક અને અન્ય કચરાની સફાઇ કરી હતી. તેમજ જાગૃતિ વધારવા અને પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ પણ કરાયું હતું. તાલીમાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકને કારણે થતા પર્યાવરણીય નુકસાન વિશે પણ એમને માહિતી આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.