(જી.એન.એસ) તા. 22
સાણંદ,
જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ સાણંદ તાલુકાના શેલા અને તેલાવ ગામની લીધી મુલાકાત
અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ આજે સાણંદ તાલુકાના શેલા અને તેલાવ ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીએ બંને ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા શેલા ગામે તૈયાર થઈ રહેલા અમૃત સરોવરની મુલાકાત લઈ કામગીરીની પણ સમીક્ષા કરી હતી તથા ત્યાં હાજર સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યાં હતાં.
જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ શેલા અને તેલાવ ગામ ખાતે ખાસ ગૌચર જમીન અને સરકારી પડતર જમીનની જાળવણી બાબતે લેવાયેલ પગલાંની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યાં હતાં. આ ઉપરાંત કલેકટરશ્રી દ્વારા ત્યાં હાજર અધિકારી-પદાધિકારીઓ સાથે પંચાયત કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે અને સ્થાનિક પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં ગામોમાં સ્વચ્છતા બાબતે પર પણ ભાર મૂક્યો હતો. આ મુલાકાત પ્રસંગે તેમની સાથે સાણંદના પ્રાંત અધિકારી શ્રી ડી.બી.ટાંક, મામલતદાર શ્રી નવીનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી નીરજ બારોટ તથા બંને ગ્રામપંચાયતના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.