Home મનોરંજન - Entertainment ‘સાડ્ડા કુત્તા’ ગીત પર શિલ્પા શેટ્ટીએ કર્યો ડાન્સ

‘સાડ્ડા કુત્તા’ ગીત પર શિલ્પા શેટ્ટીએ કર્યો ડાન્સ

60
0

(જી.એન.એસ),તા.૨૮

મુંબઈ

શિલ્પા શેટ્ટી અને શહનાઝ ગિલ, આ બંને અભિનેત્રીઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં શહનાઝ ગિલ બેગનો ઢોલક બનાવીને તેને વગાડતી જોવા મળે છે અને શિલ્પા શેટ્ટી સાડ્ડા કુત્તા ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ તેની વજન ઘટાડવાની જર્ની વિશે વાત કરતી જોવા મળે છે. આ સમગ્ર વાતચીત દરમિયાન શહનાઝ ગિલ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે વાતચીત દરમિયાન કહ્યું કે, ”હવે મારે પણ શિલ્પા શેટ્ટી બનવું છે.” આ વીડિયોને શેર કરતા શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘’તે બોરિંગ દિવસ નહોતો અને ત્યાં કોઈ બોરિંગ લોકો નહોતા. #PintolaShapeOfYou​​નો ત્રીજો એપિસોડ રિલીઝ થઈ ગયો છે.” બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ટોક શો ‘શેપ ઓફ યુ’નો તાજેતરમાં એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં શિલ્પા શહનાઝ ગિલ સાથે ચેટ કરતી જોવા મળી રહી છે. આ પ્રોમો વીડિયો જોયા પછી તમે એક વાત એક વાત ચોક્કસ રીતે કહી શકશો કે આ સ્પેશિયલ એપિસોડના શૂટિંગ દરમિયાન શહનાઝ ગિલ અને શિલ્પા શેટ્ટીએ ખૂબ જ મસ્તી-મજાક કરી છે. અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સૌ જાણીએ છીએ તેમ, ‘બિગ બોસ સિઝન 13’નો ભાગ રહી ચુકેલી પંજાબની ફેમસ અભિનેત્રી શહનાઝ ગિલે છેલ્લા કેટલાક દિવસોમાં તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. અભિનેતા સલમાન ખાનની સલાહ બાદ શહનાઝ ગિલે ઘણું વજન ઘટાડ્યું હતું.  તેણીએ પંજાબી ફિલ્મો છોડ્યા બાદ ઘણી બધી ભાષાઓમાં પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી હતી. જ્યારે શહનાઝ ગિલની કારકિર્દીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો હતો, ત્યારે તેણીના લોન્ગ-ટર્મ બોયફ્રેન્ડ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ આઘાતથી ભાંગી પડેલી શહનાઝ ઘણા લાંબા સમય પછી સ્ક્રીન પર પરત ફરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘KGF Chapter 2’ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે
Next article‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના મંચ પર મિસ યુનિવર્સની વાતથી મચ્યો હંગામો