Home ગુજરાત સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ...

સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

16
0

(જી.એન.એસ) તા. 29

સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદમાં પોતાના નિવાસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.

મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાનશ્રીના પર્યાવરણ અંગેના વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાયા હતા. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ તેમના નિવાસના પ્રાંગણમાં સેવનનું વૃક્ષ રોપ્યું હતું. આ વૃક્ષ ખૂબજ ગુણકારી છે, જે હવાનું શુદ્ધિકરણ કરે છે અને શુદ્ધ ઓક્સિજન આપે છે, તેમ તેમણે કહ્યું હતું. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના નિવાસસ્થાને વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે. પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્ત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ ઈકો ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Next articleરિઝર્વ બેંક દ્વારા સ્વસહાય જુથની મહિલાઓ માટેનો નાણાકીય સાક્ષરતા જાગૃતિ  કેમ્પ યોજાયો