Home મનોરંજન - Entertainment સલમાન અને આલિયાની ‘ઈન્શાઅલ્લાહ’નો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા ફરી ઊભી થઈ

સલમાન અને આલિયાની ‘ઈન્શાઅલ્લાહ’નો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા ફરી ઊભી થઈ

12
0

(GNS),31

સંજય લીલા ભણસાલીએ સલમાન ખાન અને આલિયા ભટ્ટ સાથે બિગ બજેટ ફિલ્મ ઈન્શાઅલ્લાહ બનાવવાનું વિચાર્યું હતું. ભણસાલી પ્રોડક્શન્સે આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ કરી દીધી હતી. જો કે ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજથી આગળ વધી શકી ન હતી. રિપોર્ટ્સ મુજબ, સલમાન અને ભણસાલી વચ્ચે મતભેદ ઊભા થતાં આ પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો. ચાર વર્ષ બાદ ઈન્શાઅલ્લાહનું પ્રોડક્શન શરૂ થવાની શક્યતા ફરી ઊભી થઈ છે. સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીએ અગાઉ 1999ના વર્ષમાં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ સાથે કરી હતી. તેમાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય પણ લીડ રોલમાં હતી. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સલમાન-ઐશ્વર્યાનું અફેર ચર્ચામાં હતું. ભણસાલીએ આ હિટ જોડી સાથે વધુ એક ફિલ્મ પ્લાન કરી હતી, જેનું નામ હતું બાજીરાવ મસ્તાની. સલમાન અને ઐશ્વર્યાના બ્રેક અપ બાદ આ પ્રોજેક્ટ ઘણાં વર્ષો સુધી અટવાઈ ગયો હતો. વર્ષ 2015માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે ભણસાલીએ આ ફિલ્મ બનાવી હતી અને તે પણ હિટ રહી હતી. આમ, ફિલ્મના વિષયની જેમ જ સ્ટાર કાસ્ટ બાબતે પણ ભણસાલી ખૂબ સાવચેતી રાખે છે. સલમાન અને ભણસાલી વચ્ચે સાથે ફિલ્મ કરવા અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી.

આખરે 2019ના વર્ષમાં ભણસાલીએ સલમાન-આલિયા સાથે ઈન્શાઅલ્લાહ એનાઉન્સ કરી હતી. બાદમાં આ પ્રોજેક્ટને અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સલમાન અને ભણસાલી વચ્ચે મતભેદના પગલે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. ભણસાલીએ બાદમાં સલમાનનો મોહ છોડી દીધો હતો અને આલિયા ભટ્ટ સાતે ગંગુબાઈ કાઠિયાવાડી બનાવી હતી. પાછલા ચાર વર્ષમાં ઘણાં સમીકરણો બદલાયા છે. કોવિડે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિશા બદલી નાખી છે અને સલમાનની ફિલ્મોને પણ ફાંફા પડી રહ્યા છે, જેનું ઉદાહરણ કિસી કા ભાઈ કિસી કી જાન છે. સલમાનને પણ શાહરૂખની જેમ નવી ઈમેજ સાથે કમબેક કરવાની જરૂર છે. સલમાને પણ સ્થિતિ જોઈને થોડા સમય સુધી નવી ફિલ્મો સ્વીકારવાનું બંધ કર્યું છે. જેના કારણે સલમાન અને ભણસાલીની ફિલ્મ ફરી શરૂ થવાની અટકળો ચાલી રહી છે. આ અંગે ભણસાલી પ્રોડક્શન્સના સીઈઓ પ્રેરણા સિંહે જણાવ્યું હતું કે, ઈન્શાઅલ્લાહની સ્ટોરી ઘણી સારી છે. યોગ્ય સમય આવશે ત્યારે ફિલ્મ ચોક્કસ બનશે, પણ હાલ તેની ઉતાવળ નથી. કાલે શું થશે તે કહેવું અઘરું છે. પણ, ફિલ્મનો આઈડિયા તૈયાર છે. ફિલ્મ બનાવવાની ઈચ્છા અંદરથી થવી જોઈએ અને તે સ્વાભાવિક ક્રમમાં બનવી જોઈએ. ભણસાલી પ્રોડક્શન્સની આ સ્પષ્ટતા બાદ ઈન્શાઅલ્લાહનો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા ફરી ઊભી થઈ છે. જો કે લીડ રોલમાં સલમાન અને આલિયા યથાવત રહેશે કે કેમ તે કહેવું અઘરું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘મેં હું ના’ની સીક્વલમાં શાહરૂખ સાથે કામ કરવું છેઃ સુષ્મિતા
Next articleબોર્ડર 2માં સની દેઓલ ફાઈનલ પણ બીજા એકટરો અંગે છે અનિશ્ચિતતા