રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૦.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૯૬૦.૬૦ સામે ૫૯૧૯૬.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૯૬૧.૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૭.૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૬.૫૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૧૦૭.૧૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૦૨.૦૦ સામે ૧૭૫૩૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૫૭.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૨.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૦૬.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે અને દિવાળી પૂર્વે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધોપત્ર ઉછાળા સાથે થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં એક તરફ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો – લોકલફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરતાં સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ફુગાવો જાન્યુઆરી થી માર્ચના ત્રિમાસિકમાં ટોચ પર પહોંચની શકયતા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિટી કમિટી દ્વારા હવે આર્થિક વિકાસ પર ફોક્સ કર્યાના અહેવાલ વચ્ચે સર્વિસીસ, એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિસ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, બેન્કેક્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં તેજીએ બીએસઇ સેન્સેક્સ એક તબક્કે ૫૯૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૫૦૦ પોઈન્ટની સપાટી પાર કરીને બંધ રહ્યા હતા.
કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિકની સીઝનમાં અપેક્ષિત સારા પરિણામ અને વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતમાં સ્થાનિક સંસ્થાઓ, ફંડોનું રોકાણ આકર્ષણ સતત વધી રહ્યું હોઈ ભારતીય શેરબજારમાં તેજી યથાવત રહી હતી. આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ હળવું થતાં ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૧૬ લાખ કરોડ વધીને રૂ.૨૭૪.૬૩ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, મેટલ, આઈટી, ટેક, ટેલિકોમ્યુનિકેશન, કમોડિટીઝ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૬ અને વધનારની સંખ્યા ૧૫૬૭ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતમાં રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ૭.૪૧%ના પાંચ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આ નવમી વખત છે જ્યારે ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ૬%ના ઉચ્ચ સહનશીલતા સ્તરથી ઉપર રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી વિશ્વના વિકસીત અને ઊભરતા અર્થતંત્રો સાથે ફુગાવાનું જોખમ ઊભું થયું છે. ફેબ્રુઆરીમાં રશિયા – યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી, લગભગ તમામ અર્થતંત્રો મુખ્યત્વે ઉચ્ચ કોમોડિટી ખર્ચ અને પુરવઠા શૃંખલાના અવરોધોને કારણે ઊંચા ફુગાવાનો સામનો કરી રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં રશિયાનો ફુગાવો ૧૩.૭%ને સ્પર્શ્યો હતો. સપ્ટેમ્બર માસમાં યુરો એરિયાનો ૧૦%નો ફુગાવો ૧૯૯૧માં પહેલીવાર ડેટા એકત્રિત કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીનો સૌથી વધુ હતો. ઈટાલીમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલ ફુગાવો ૩૭ વર્ષમાં સૌથી વધુ ૮.૯% હતો.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તાજેતરમાં જણાવ્યું હતું કે જર્મની અને ઈટાલી ૨૦૨૩ માં મંદીમાં સરકી જશે. નેધરલેન્ડમાં સપ્ટેમ્બરમાં ફુગાવો ૧૪.૫% નોંધાયો હતો. સ્વિત્ઝર્લેન્ડ કદાચ એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે જેણે સપ્ટેમ્બરમાં ભારત કરતાં ઓછો ફુગાવો ૩.૩% નોંધ્યો હતો. તે ઓગસ્ટમાં ૩.૫% કરતા ૦.૨% ઓછા હતા. યુએસમાં, સપ્ટેમ્બર માસમાં ફુગાવો ૮.૩% હતો, જે સતત ત્રીજા મહિને સીધો ઘટાડો નોંધે છે. જુનમાં તે ૯.૧%ની ૪૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ઓગસ્ટ માસમાં કેનેડાનો ફુગાવો ૭% હતો, દક્ષિણ અમેરિકામાં, આર્જેન્ટિનામાં ઓગસ્ટમાં સૌથી વધુ ૭૮.૫% ફુગાવો નોંધાયો હતો, જે ૨૫ વર્ષમાં સૌથી વધુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.