Home ગુજરાત ગાંધીનગર સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી; ડેમમાંથી...

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી; ડેમમાંથી ૨૮,૪૬૪ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું

22
0

(જી.એન.એસ) તા. 9

ગાંધીનગર,

વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી છે. તા. ૯ ઓગસ્ટ બપોરે ૩.૦૦ કલાક સુધી ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે.

સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.  સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત  રાજ્યના રૂ. ૧૦૧૪.૧૪ કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. ૩૭૬૨.૮૮ લાખના લોકાર્પણ-ખાતમુહર્તના કામોની ભેટ
Next articleRBI ગવર્નર શક્તિકાંત દાસે  જાહેરાત કરી, UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવામાં આવી