Home દેશ - NATIONAL સરકારી કંપનીનો શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો

સરકારી કંપનીનો શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો

14
0

(GNS),08

સરકારી કંપની કોલ ઈન્ડિયા(Coal India)નો શેર ગુરુવાર, 7 સપ્ટેમ્બરના રોજ 7 ટકા જેટલો વધીને રૂપિયા 275.15ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ બાદ આજે સપ્તાહના છેલ્લા દિવસે પણ તેજી યથાવત રહી છે. આજે શેર રૂપિયા 276.00 ની 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી(share price at 52 Week High) સુધી પહોંચી છે. શેરબજારમાં વોલ્યુમમાં વધારો થયો હતો. પ્રોવિઝનલ એક્સ્ચેન્જ ડેટા અનુસાર છેલ્લા બે સપ્તાહમાં દૈનિક સરેરાશ 6.2 લાખ શેરની સરખામણીએ ગુરુવારના સત્રમાં 66.94 લાખ શેરોએ શેરબજારમાં ટ્રેડ થયા હતા. ગુરુવારે NSE પર કોલ ઈન્ડિયાનો શેર 7.07 ટકા અથવા રૂ. 18.1 વધી રૂ. 274 પર બંધ રહ્યો હતો. 1 સપ્ટેમ્બરના રોજ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU) ફર્મે ઓગસ્ટ 2023માં તેના કોલસાના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 13.2 ટકાનો વધારો કરીને 52.3 મિલિયન ટન (MT) નોંધાવ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષ (FY24) માં, કંપનીએ 281.5 MT ખનિજનું ઉત્પાદન કર્યું છે જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11 ટકાની વૃદ્ધિ નોંધાવી છે તેમ કોલ ઈન્ડિયાના નિવેદનમાં જણાવાયું છે. રેલિગેર બ્રોકિંગના તાજેતરના અહેવાલ મુજબ, ટોચના ડિવિડન્ડ-યીલ્ડ ચૂકવનારા શેરોમાં કોલ ઈન્ડિયા ટોચ પર છે. વર્તમાન બજાર કિંમતે, કોલસાની ખાણિયોએ FY22 DPS રૂપિયા 17 અને FY23 DPS રૂપિયા 24.3 સાથે 10.5 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપી છે. કોલ ઈન્ડિયાના શેરની પ્રાઇસ હિસ્ટ્રી.. જે જણાવીએ, કોલ ઈન્ડિયાનો સ્ટોક છેલ્લા 12 મહિનામાં લગભગ 15 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં હેડલાઇન ઇન્ડેક્સ નિફ્ટી 50 11 ટકાથી વધુ ઉછળ્યો છે. હાલના સમયમાં શેર તેજી સાથે ટ્રેડ થઇ રહ્યો છે. સ્ટોક 5 દિવસમાં 13.98% ઉછળ્યો છે. રોકાણકારોને 6 મહિનામાં 22.37% નો રોકાણ સામે ફાયદો પણ મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleG20 સમિટથી જો અર્થતંત્રને વેગ મળશે તો આ સેકટરોમાં તેજી આવી શકે
Next articleજવાન ફિલ્મના ઓપનિંગ કલેક્શનથી 10 ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા