(જી.એન.એસ.) અમદાવાદ, તા.12
કોંગ્રેસના ઉપવાસને છોલે-ભટૂરે ઉપવાસ બાદ, કૉંગ્રેસના વલણના વિરોધમા ભાજપના VVIP ઉપવાસ
9 એપ્રિલે કોંગ્રેસના ઉપવાસને છોલે-ભટૂરેનું ગ્રહણ નડી ગયું અને કોંગ્રેસના અનશન વગોવાઇ ગયા તેમ આજે 12મીએ ભાજપના કોંગ્રેસ સામેના ઉપવાસને પણ વોટર કૂલર અને મિનરલ વોટરનું બેવડુ ગ્રહણ નડી ગયું છે. ઉનાળાની ગરમીમાં નેતાઓને ઠંડા રાખવા વોટર કૂલરની વ્યવસ્થા તો તેમના સફેદ ઝભ્ભા પરેસેવાથી બગડી ના જાય અને પરસેવે રેબઝેબ ના થાય તે માટે કૂલરની વ્યવસ્થા જોઇને લોકો કહી રહ્યાં છે કે આ તો ફાઇવ સ્ટાર કે વીવીઆઇપી ઉપવાસ છે.
બજેટ સત્ર દરમ્યાન સંસદની કાર્યવાહી ખોરવવા બદલ સત્તાપક્ષ ભાજપ હાઈકમાન્ડે વિપક્ષ કોંગ્રેસ સામે દેશભરમાં આજે 12 એપ્રિલે ધરણાં-ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના અનુસંધાનમાં આજેઅમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા જિલ્લા પંચાયતની સામે સમિયાણો બાંધીને ભાજપ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા. અહીં ઉપવાસીઓને ફાઈવ સ્ટાર સુવિધામાં મિનરલ વોટર રાખવામાં આવ્યું હતું અને કાર્યકરોની ઠંડક મળે એ માટે કૂલર રાખવામાં આવ્યા હતા. તો રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ આ ઉપવાસમાં જોડાયા હતા. ભાજપના ઉપવાસ વખતે કૂલર અને મિનરલ વોટરનો સિનેરિયો આખા ગુજરાતમાં જોવા મળ્યો હતો.
12 એપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના સભ્યો વિવિધ સ્થળે એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસીને સંસદમાં કૉંગ્રેસના વલણ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ધરણાં નહોતા કર્યા, પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસીને ઉપવાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા ખાતે ઉપવાસ પર બેઠા છે.
લાલ દરવાજા ખાતે ભાજપ સમર્થિત દલિત કાર્યકરો ઉપવાસને સમર્થન આપવા માટે લાલદરવાજા જય ભીમના નારા સાથે પહોંચ્યા હતા અને સમર્થન જાહેર કર્યું હતું.
બીજી તરફ રાજકોટમાં ઢેબર ચોક ખાતે ભાજપ દ્વારા સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું છે. આ ઉપવાસ પણ VVIP કક્ષાના હોય તેવો માહોલ જોવા મળ્યો છે. 8 કુલરની ઠંડક વચ્ચે સાંસદ મોહન કુંડારીયા સહિત સીએમના પત્ની અંજલીબેન ઉપવાસ પર બેઠા છે.
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ઉનાળામાં પાણીની તંગી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપના ઉપવાસ કાર્યક્રમમાં કાર્યકરો ગરમીમાં પરસેવે રેબઝેબ ના થાય તે માટે આઠ કુલરોમાં પાણી નાખવા માટે રિક્ષામાં ટેન્કર મંગાવાયું છે. તેમજ સ્ટેજ પર 32 ગાદલા અને ઓશિકા રાખવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં આજે મોહન કુંડારીયાની આગેવાનીમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું છે. કચ્છ,બનાસકાંઠા અને રાજકોટના અમુક વિસ્તારોમાં એક બેડા પાણી માટે ગૃહિણીઓ વલખા મારી રહી છે ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા આ ફાઇવ સ્ટાર ઉપવાસ આયોજન અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.