Home ગુજરાત સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપના દિનની રંગે ચંગે...

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરાઈ

279
0

(જી.એન.એસ રવિન્દ્ર ભદોરિયા),તા.૨૮/૧૨

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના 135 મો સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર પથિકા આશ્રમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં આવેલ પથિકા આશ્રમ ખાતે કોંગ્રેસનું સદસ્યતા અભિયાન (ડિજિટલ સદસ્યતા અભિયાન)ની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના  માણસા, કલોલ, દહેગામના તમામ આગેવાન કોંગ્રેસી કાર્યકર હાજર રહ્યા હતા. કોંગ્રેસના ૧૩૫મા સ્થાપના દિવસની ગાંધીનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં  યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, ગાંધીનગર પ્રમુખ સૂર્યસિંહ ડાભી,ગાંધીનગર ધારાસભ્ય સી.જે.ચાવડા,અને દહેગામ, કલોલ, માણસાના તમામ આગેવાન કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતાં અમિત ચાવડાએ કહ્યુ કે કોઈપણ સ્થિતિમાં કોંગ્રેસે વિચારધારા અંગે સમાધાન નથી કર્યું .જયારે પણ દેશની એકતાની વાત આવી ત્યારે કોંગ્રેસ રાજનીતિ કરતી નથી. હાલ દેશમાં બોલવાનો, અભિવ્યક્તિ, વિરોધ સહિતની આઝાદીનું હનન થઇ રહ્યું છે.

ગાંધીનગરથી કોંગ્રેસે ડિજિટલ સદસ્યતા અભિયાન શરૂ કર્યું 

અન્યાય અને અત્યાચારી જે શાસન ચાલી રહ્યું છે ત્યારે આજે ફરી એક બાર બીજી આઝાદીની લડાઈ કોંગ્રેસે ડિજિટલ સદસ્યતા અભિયાન અંતર્ગત આજે શરૂ કરી છે. કોંગ્રેસ લોકોને સમસ્યા છે જે પ્રશ્નો છે અને સમાજ ના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે એની અવાજ ઉઠાવવાનો કામ કોંગ્રેસ કરશે. યુવાનો પોતાના હક માટે લડાઈ લડી રહ્યા હોય ત્યારે સરકારે લાઠીચાર્જ કરી યુવાનની અવાજ દબાવવાની કોશિશ કરી જેમાં કોંગ્રેસ યુવાન સાથે અડીખમ બની યુવાનની  અવાજને વાચા આપ્યું અને ગોણ સેવાની પરીક્ષા સરકારે રદ્દ કરવી પડી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આ તબક્કે કહ્યુ હતું કે 2000થી ભાજપ સરકાર  દેશ પાછળ ધકેલાઈ રહ્યો છે. પાક વીમા થકી ખેડૂતો પાસેથી કરોડો લીધા પણ વળતર આપવામાં આવતું નથી. મંદી, બેરોજગારી, ખેડૂત મુદ્દે દૂર દૂર સુધી કોઈ હલ નહિ. તીડ અતિક્રમણ અંગે પણ રાજીવ સાતવે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના નેતાઓ તીડ મામલે પાકિસ્તાન અને રાજસ્થાન પર ઢોળી રહ્યા છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં બે લાખ સુધીના ખેડૂતોના દેવા માફ કર્યા છે. આજે ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે. ખેડૂતોને પાક વીમો નથી મળતો કે દેવા માફી પણ નથી થતું. ત્યારે સરકારને સવાલ છે કે ગુજરાતમાં દેવા માફી કેમ નથી થતી.? સાતેવ ભ્રમિત લોકોથી દેશને બચાવવા આજે પ્રણ લેવા કાર્યકરોને આહવાના કર્યુ હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા  ગાંધીનગર પથીકા આશ્રમ ખાતે સભા કરી કોંગ્રેસના કાર્યકર્તા ને અહવાન કર્યું છે કે ડીજીટલ સદસ્યતા અભિયાન ને શરુ કરીએ અને અ સરકારથી લોકોને ઉજાગર કરીએ.જો કાર્યકર્તા સારું કાર્ય કરશે તો એનું સ્વાગત અને આવનારી ચુંટણીમાં એને પહલો મોકો આપવામાં આવશે.વધું માહિતી આપતા રાજીવ સાતવે એ જણાવ્યું કે ૨૦૨૨માં કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પુરતો સમય આપી કાર્યકર્તા સાથે રહશે. જેથી ૨૦૨૨ માં ગુજરાતમાં કોંગ્રેસનો પંજો લહરાવી કોંગ્રેસની સરકાર બનાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુકેશ અંબાણી અને મોદી વચ્ચેના સંબંધો બગડ્યા…? અંબાણી પરિવાર આઇટીના રડારમાં….?
Next articleભાઈ, ભાજપા, ઇન્ડિયા ગેટ પર જઈને ગણો કે વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ કોણ છે….?