Home ગુજરાત સભા બાદ મોદીએ સરકીટ હાઉસમાં 5 ઉમેદવાર અને હોદ્દેદારો પાસે ચૂંટણીનો તાગ...

સભા બાદ મોદીએ સરકીટ હાઉસમાં 5 ઉમેદવાર અને હોદ્દેદારો પાસે ચૂંટણીનો તાગ લીધો

54
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાપીના રોડ શો અને વલસાડના જુજવાની જાહેરસભા સંપન્ન થયા બાદ વલસાડ સરકીટ હાઉસ પહોંચ્યાં હતાં. જયાં રાત્રીએ મોદીએ દિવસભર વ્યસ્તતાના કારણે રૂટિંગ કામગીરીની સમીક્ષા કરી કેટલીક સૂચનાઓ અધિકારીઓને આપી હોવાની માહિતી મળી રહી છે. સભા પૂર્વે જિલ્લાના કેટલાક જનસંઘી અને જુના કાર્યકરોને વડાપ્રધાન મળ્યા હતાં.જુના સ્મરણોને મોદીએ તાજા કર્યા હતાં. જિલ્લામાં વડાપ્રધાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક હતા ત્યારે અવર-નવર પ્રવાસ કરતાં હતાં.

ખાસ કરીને કપરાડા, ધરમપુર અને પારડીના અનેક પરિવારો સાથે તેઓ વ્યક્તિગત પરિચયમાં છે, ત્યારે શનિવારે દમણ એરપોર્ટ પર ઉર્તયા બાદ વડાપ્રધાને વાપીમાં રોડ શો કર્યો હતો.ત્યારબાદ જુજવાની જાહેરસભા પૂર્વે જનસંઘી મુળ ધરમપુરના હાલ સુરત રહેતા સંદીપસર દેસાઇ, ક્રાંતિભાઇ પટેલ, રોહિતભાઇ દેસાઇ, વાપીના મહેશભાઇ ભટ્ટ, પારસી સમુદાયના વડાદસ્તુર ખેરશેદજી દસ્તુરજીને મળ્યા હતાં.

જેમાં પારડીના જનસંઘી રશીલાબેન ડાયાભાઇ ભટ્ટ સાથે વાતચીત કરી હતી. જેમાં વડાપ્રધાને પરિવારના સભ્યોની ખબર અંતર પુછયા હતાં.સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રીએ મોદીએ રૂટિંગ કામગીરી ચાલુ કરી હતી.દિવસભરની વ્યસ્તતાના કારણે બાકી રહેલા કામોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકડીમાં ડ્રાઇવરને ઇન્દૌરની ટ્રીપ મારવા માટે મોકલ્યો, ડ્રાઇવર ટ્રક લઈને રફુચક્કર થઈ ગયો
Next articleયુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાને બ્રેક નહીં લાગવાના અને તીવ્ર વધારો થવાના સંકેતે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!