Home વ્યાપાર જગત યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાને બ્રેક નહીં લાગવાના અને તીવ્ર...

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાને બ્રેક નહીં લાગવાના અને તીવ્ર વધારો થવાના સંકેતે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

51
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૬૬૩.૪૮ સામે ૬૧૪૫૬.૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૦૫૯.૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૮.૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૧૪૪.૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૫૫.૯૦ સામે ૧૮૩૦૬.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૫૫.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૦.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૧.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૯૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાને બ્રેક નહીં લાગવાના અને તીવ્ર વધારો થવાના સંકેત પાછળ આજે  સપ્તાહના પ્રથમ દિવસે ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોનું સાવચેતીમાં ઓફલોડિંગ થતાં બજાર ઈન્ડેક્સ બેઝડ નરમાઈ તરફી થઈ ગયું હતું. અમેરિકા – ચાઈના વચ્ચે સંબંધો સુધરવાના સંકેત સાથે હવે ચાઈના ઝીરો કોવિડમાંથી બહાર આવી રી-ઓપનીંગ થઈ રહ્યાના પોઝિટીવ અહેવાલ સામે યુ.એસ. ફેડરલ દ્વારા ફુગાવામાં ઘટાડા છતાં વ્યાજ દરમાં તીવ્ર વધારો નહીં અટકવાના સંકેત આપતાં અમેરિકી બજારોમાં ફયુચર્સમાં નરમાઈ પાછળ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નીકળી હતી. આરંભમાં બે – તરફી સાંકડી વધઘટ બતાવ્યા બાદ ફંડોએ ડેરિવેટીવ્ઝમાં વિક્લી સેટલમેન્ટને લઈ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો.

આ સાથે ક્રુડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્ષમાં વધારો કર્યા સામે ડિઝલની નિકાસ પરની લેવીમાં ઘટાડો કર્યાની મિશ્ર અસર જોવાઈ હતી. કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ ખરીદી સામે ફંડોની આઈટી, યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, ટેક અને સર્વિસિસ શેરોમાં મોટી વેચવાલીએ બીએસઇ સેન્સેક્સ ૫૧૮ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૬૧ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૨.૩૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૩ અને વધનારની સંખ્યા ૧૫૧૦ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા ત્રિમાસિકમાં ૬.૧% થી ૬.૩%ની વચ્ચે આર્થિક-જીડીપી વૃદ્વિ હાંસલ કરશે એવો અંદાજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના તાજેતરના માસિક બુલેટીનમાં બતાવ્યો છે. જો આ વૃદ્વિ દર હાંસલ થશે તો ભારત પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૭% જેટલી આર્થિક વૃદ્વિ નોંધાવશે. આર્થિક વિકાસ બાબતે રિઝર્વ બેંકનું અનુમાન છે કે હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટરો, નાવકાસ્ટિંગ અને સંપૂર્ણ માહિતીના મોડલના ધોરણે બીજા ત્રિમાસિકમાં આર્થિક વિકાસનો દર ૬.૧% થી ૬.૩%ની વચ્ચે રહેવાનો અંદાજ છે. જો આ ત્રિમાસિકમાં આટલો વૃદ્વિ દર નોંધાશે તો વર્ષ ૨૦૨૨-૨૩માં ૭% જેટલી વૃદ્વિ હાંસલ થશે. ત્રીજા ત્રિમાસિકની કામગીરી વિશે રિઝર્વ બેંકે બુલેટીનમાં જણાવ્યું છે કે અર્થતંત્રમાં પુરવઠા સ્થિતિ મજબૂત બની રહી છે.

ચોખાની એક્ત્રિત પ્રાપ્તિ ખરીફ સીઝનમાં ગત વર્ષના  એક્ત્રિકરણને પાર કરી ગઈ છે. જો કે ઘઉંની પ્રાપ્તિ તીવ્ર ઘટી છે, પરંતુ સારા સમાચાર એ છે કે રવિ પાકની વાવણી સારા ચોમાસા અને જળાશયોમાં પાણીના સ્ટોરેજના સારા લેવલને જોતાં પાક સારો થવાનો અંદાજ છે. આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનમાં જે ઓગસ્ટમાં ઘટાડો નોંધાયો હતો એ સપ્ટેમ્બરમાં પોઝિટીવ થયો છે. આ સાથે મેન્યુફેકચરીંગ પરચેઝિંગ મનેજર્સ ઈન્ડેક્સ અને સર્વિસિઝ પીએમઆઈમાં પણ સપ્ટેમ્બરમાં છ મહિનાની નીચી સપાટીથી ઓકટોબરમાં રિકવર થયો છે. કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં વિસ્તાર જોવાઈ રહ્યો છે, હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને રીક્રિએશન ક્ષેત્રોમાં મજબૂત વૃદ્વિ જોવાઈ છે.

Previous articleસભા બાદ મોદીએ સરકીટ હાઉસમાં 5 ઉમેદવાર અને હોદ્દેદારો પાસે ચૂંટણીનો તાગ લીધો
Next articleસુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારને મળેલા વળતર વિશે ચિંતા વ્યક્ત કરી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.