રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૯૫૮.૦૩ સામે ૬૦૦૪૪.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૬૨૮.૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૯.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૩.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૨૬૧.૧૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૧૮.૬૫ સામે ૧૭૯૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૩૫.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૩.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૬.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૨૫.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન સાથે વૈશ્વિક સ્તરે યુ.એસ. ફેડરલ રિઝર્વનો વ્યાજ દર વધારાને બ્રેક લાગવાની અપેક્ષા અને ચાઈનાના રી-ઓપનીંગના સમાચારોએ તેજી પાછળ લોકલ ફંડોએ આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં મેટલ, પાવર, ટેક, યુટિલિટીઝ, આઈટી અને કમોડિટીઝ શેરોમાં તેજી કર્યા સાથે ફોરેન ફંડોનું શોર્ટ કવરિંગ થતાં ઈન્ડેક્સ બેઝડ તેજી જોવા મળી હતી. ચાઈનામાં કોવિડ અંકુશો હળવા કર્યાના અને ઉદ્યોગો ફરી ધમધમતાં થવા લાગ્યાના અહેવાલોની પોઝિટીવ અસર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ નીચા રહેતાં ભારતમાં પોઝિટીવ પરિબળ સાથે સ્થાનિક સ્તરે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોને પૂર્ણ કરવા પર સરકારનું ફોક્સ વધવાના અને બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગ માટે પ્રોત્સાહનોની અપેક્ષાએ પણ ફંડોનું વેલ્યુબાઈંગ વધતાં તેજીને વેગ મળ્યો હતો.
વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને ફાઈનાન્સિયલ સર્વિસિસ, બેન્કેક્સ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન અને એનર્જી શેરોમાં ફંડોની લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૩૦૩ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૦૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૧ લાખ કરોડ વધીને રૂ.૨૮૧.૨૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૯ અને વધનારની સંખ્યા ૧૯૨૯ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્ષ ૨૦૨૨માં, સેન્સેક્સ ૪.૪% વધ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪.૩% વધ્યો હતો. બીએસઈ મિડકેપ ૧.૪% વધ્યો હતો જ્યારે બીએસઈ સ્મોલકેપ ૧.૮% ઘટયો હતો. કેશ માર્કેટમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૮% ઘટીને રૂ.૬૧૩૯૨ કરોડ થયું છે. વર્ષ ૨૦૨૨માં ડિલિવરીની ટકાવારી વધીને ૪૧.૪% થઈ છે, જે વર્ષ ૨૦૧૬ પછીનું ઉચ્ચતમ સ્તર છે. રોકાણકારો સામાન્ય રીતે એવા શેરોની ડિલિવરી લે છે જેમાં તેઓ લાંબા ગાળાના રોકાણની તક જુએ છે. તેજીવાળા બજારમાં વારંવાર ઊંચી ડિલિવરી જોવા મળે છે. ડિલિવરી-આધારિત વોલ્યુમમાં પિક-અપ એ સેન્ટિમેન્ટમાં સુધારો કરવાનું સૂચક માનવામાં આવે છે. પરંતુ ડિલિવરી ટકાવારીમાં ૨૦૨૨માં એક વર્ષમાં સુધારો થયો જ્યારે બજારમાં વળતર સુસ્ત હતું.
ડિસેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ વચ્ચે વેપારીઓ માટે ૨૫% માર્જિન મની ફરજિયાત કરવામાં આવી હતી. તે માર્ચ અને મે ૨૦૨૧ વચ્ચે ૫૦% અને પછી જૂનથી ઓગસ્ટ ૨૦૨૧ સુધી વધારીને ૭૫% કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૧માં તેને વધારીને ૧૦૦% કરવામાં આવ્યો હતો. કેશ માર્કેટમાં માર્જિન અપફ્રન્ટે લીવરેજમાં ઘટાડો કર્યો હતો. ગયા વર્ષે ઇન્ટ્રાડે લિવરેજ દૂર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષ સુધી લીવરેજ ૨૦ થી ૩૦ ગણું હતું. એનએસઈ અને બીએસઈ પર વર્ષ ૨૦૨૨ દરમિયાન, ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ રૂ.૧૨૫ લાખ કરોડ હતું, જે ગયા વર્ષ કરતાં ૧૧૭% વધુ છે. ડિલિવરી ટકાવારી ૪૦ થી ૫૦%ની રેન્જમાં રહેવાની ધારણા છે અને જો બજારમાં તેજી ચાલુ રહેશે તો તે વધુ વધી શકે છે. જ્યારે બજાર ઉપર હોય છે ત્યારે ડિલિવરીની ટકાવારી વધારે હોય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.