Home દેશ - NATIONAL સપા અને આરજેડીના રાજ્યસભાના જ્યંત ચૌધરી સંયુક્ત ઉમેદવાર

સપા અને આરજેડીના રાજ્યસભાના જ્યંત ચૌધરી સંયુક્ત ઉમેદવાર

48
0

(જી.એન.એસ),તા.૨૬
ઉત્તરપ્રદેશ
સમાજવાદી પાર્ટીના અધિકૃત ટિ્‌વટર હેન્ડલથી આ જાહેરાત કરવામાં આવી છે. જણાવાયું છે કે જયંત ચૌધરી સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળ તરફથી રાજ્યસભા માટે જાેઈન્ટ ઉમેદવાર હશે. અગાઉ ડિમ્પલ યાદવની ચર્ચા હતી. પરંતુ કપિલ સિબલ અપક્ષ ઉમેદવાર બન્યા બાદ આરએલડીમાં ગૂસપૂસ થઈ ગઈ હતી કે જયંત ચૌધરીને એકવાર ફરીથી દગો મળ્યો છે. ડિમ્પલ યાદવ ગુરુવારે ઉમેદવારી નોંધાવે એવી વાતો પણ વહેતી થઈ હતી. આ બધા વચ્ચે સમાજવાદી પાર્ટીએ મોટો ર્નિણય લીધો અને અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું. સ્પષ્ટ થઈ ગયું કે ડિમ્પલ યાદવ રાજ્યસભા જશે નહીં. યુપી વિધાનસભામાં કુલ ૪૦૩ બેઠકો છે. જેમાંથી બે સીટ ખાલી છે. હાલ ૪૦૧ ધારાસભ્યો હોવાથી એક સીટ માટે ૩૬ એમએલએ વોટ જાેઈએ. ભાજપ ગઠબંધન પાસે ૨૭૩ એમએલએ છે આથી તેમને ૭ બેઠકો જીતવા માટે મુશ્કેલી નહીં પડે. સપાના ૧૨૫ સભ્યો છે. એટલે ૩ સીટ માટે મુશ્કેલી નહીં પડે. પરંતુ ૧૧મી બેઠક માટે ભાજપ અને સપા વચ્ચે ઘમાસાણ મચશે. હાલ રાજ્યસભામાં સપાના ૫ સભ્ય છે. જેમાં કુંવર રેવતી રમન સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ ૪ જુલાઈએ પૂરો થાય છે. ઉપલા ગૃહની ૧૧ બેઠકો માટે ૨૪મી મેથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે. ગઈ કાલે કપિલ સિબલે રાજ્યસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીના સમર્થનથી ઉમેદવારી નોંધાઈ અને આજે રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીને સપાએ સમર્થન આપ્યું છે. એટલે કે જયંત ચૌધરી આરએલડી અને સપાના જાેઈન્ટ ઉમેદવાર હશે. શરૂઆતમાં એવી પણ અટકળો હતી કે સપા તરફથી ડિમ્પલ યાદવ રાજ્યસભામાં જઈ શકે છે. પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવજોત સિંહ સિદ્ધુ જેલમાં કલાર્કની નોકરી કરશે
Next articleએર કેનેડાની ફલાઈટના ૨૮૩ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર ફસાયા