Home મનોરંજન - Entertainment સની લિયોનીએ કર્યુ Cannes 2023 ડેબ્યૂ, સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી...

સની લિયોનીએ કર્યુ Cannes 2023 ડેબ્યૂ, સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી

20
0

(GNS),24

આજકાલ ફિલ્મી ગલીઓમાં ચારેતરફ કાન્સ (Cannes 2023) ફિલ્મ ફેસ્ટિવલને લઇને ચર્ચાઓ છે. આ ઇવેન્ટ પર ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સ પોતાના સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લેતા અને ફોટોશૂટ કરાવતા જોવા મળી રહી છે. આ વર્ષ બોલિવૂડ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વખતે ઘણી એક્ટ્રેસીસે કાન્સ પર ડેબ્યૂ કર્યુ છે, જેમાંથી એક સની લિયોની પણ છે.

સનીએ હાલમાં જ પોતાના ડેબ્યૂની પહેલી ઝલક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે સ્ટાઇલિશ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને જોવા મળી રહી છે. સનીના નવા ફોટોઝ જોઇને ફેન્સ તેના લુક પર ક્રેઝી થતાં જોવા મળી રહ્યાં છે.

કાન્સથી સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન કલરના સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં સની દરિયા કિનારે ઉભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે.

સનીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો સાથે સનીએ જણાવ્યું કે તેનો પહેલો દિવસ કેવો રહ્યો. સનીએ કહ્યું કે કાન્સમાં ફર્સ્ટ ડે ઇન્ટરવ્યુ કરતાં પસાર થયો.

જણાવી દઇએ કે સનીએ આ ડ્રેસ પણ કાન્સ સાથે જોડાયેલા ઇન્ટરવ્યુ માટે જ પહેર્યો હતો. તેના રેડ કાર્પેટ ડ્રેસની તસવીરો આવવાની હજુ બાકી છે. સની લિયોનીની આ તસવીરો હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે.

સની આ ગ્રીન ડ્રેસમાં એકદમ ખૂબસૂરત લાગી રહી છે, આ જ કારણ છે કે ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. આ ફોટોઝ પર મળી રહેલી કોમેન્ટ્સ જોઇએ તો એક યુઝરે લખ્યું, આ થઇ ને વાત, હવે કાન્સમાં આગ લાગશે. અન્ય એક યુઝરે લખ્યું, બોલિવૂડની બાર્બી ડોલ.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે તુર્કી-સીરિયામાં ભૂકંપ પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો છે. જેના માટે કપલ તેમની કમાણીમાંથી 10% રકમ દાન કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય સરકાર લાવી રહી છે બિલ, જેમાં 18 વર્ષના થતા જ મતદાર યાદીમાં નામ આવી જશે
Next articleહંગામા બાદ લીધો નિર્ણય!… યુટ્યુબર અરમાન મલિકે બાળકોના નામ બદલી દીધા