Home મનોરંજન - Entertainment સની દેઓલ-અમીષા પટેલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભાંગડા કરીને લોકોને કરી દીધા ખુશ

સની દેઓલ-અમીષા પટેલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભાંગડા કરીને લોકોને કરી દીધા ખુશ

10
0

(GNS),06

ગદર ફિલ્મના અસલી હિરો એટલે કે સની દેઓલ અને સકીના એટલે કે અમિશા પટેલની..આ બન્ને હાલમાં ફિલ્મ ગદર-2ના પ્રમોશન માટે અમૃતસર પહોંચ્યા હતા. જ્યાં એમને સ્ટાર કાસ્ટ અને દેશના જવાનોની સાથે મળીને અટારી બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનો આનંદ લીધો. અભિનેતા અને સાંસદ સની દેઓલ એની આગામી ફિલ્મ ગદર 2નું પ્રમોશન કરી રહ્યા છે. દર્શકોમાં આ ફિલ્મને લઇને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. સની દેઓલના ફેન આ મુવીને રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે. આખરે પૂરા 22 વર્ષ પછી તારા અને સકીનાની જોડી ફરી એક વાર સિનેમામાં પડદા પર ધૂમ મચાવવામાં આવશે. આમ, તમને જણાવી દઇએ કે આ દિવસોમાં ગદર-2ની સ્ટાર કાસ્ટ ફિલ્મના પ્રમોનમાં વ્યસ્ત છે. આ સમયે સની દેઓલ અને અમિશા પટેલ બીજા વ્યક્તિઓ સાથે અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં ફિલ્મના પ્રમોશન દરમિયાન અટારી બોર્ડર પર ધૂમ મચાઇ દીધી હતી. સકિનાને લાવનાર તારાએ શનિવારના રોજ અટારી સીમા પર જ્યારે હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા, ઝિંદાબાદ રહેગાના જયઘોષ સાથે દર્શકો ખુશ થઇ ગયા હતા. આ એક નજારો રોમાન્ચથી ભરપૂર હતો.

સની દેઓલની ગર્જનાથી પાકિસ્તાનની વાઘા સીમા પર બેઠેલા પાકિસ્તાની લોકો થોડી વાર માટે થંભી ગયા હતા. ફિલ્મના પ્રમોશન માટે અટારી બોર્ડર પર પહોંચેલી ગદર ફિલ્મની સ્ટાર કાસ્ટના કપડા પણ ત્યાંના લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા. આમ, તમને જણાવી દઇએ કે સની દેઓલે જૂના અંદાજમાં પંજાબી એટલે કે કુર્તા-પાયજામાં અને માથા પર પગડી બાંધીને નજરે આવ્યા હતા, જ્યારે અમીશા પટેલ પાકિસ્તાની સૂટમાં લોકોનું દિલ જીતી લીધુ હતુ. પ્રમોશન માટે મશહૂર ગાયકે પણ પોતાના મધુર અવાજથી લોકોનુ દિલ જીતી લીધુ હતુ. અટારી બોર્ડર પર ઉદિત નારાયણે મેં નિકલા ગડ્ડી લેકે..ઉડજા કાલે કાવાં જેવા ગીત ગાઇને લોકોને ખુશ કરી દીધા હતા. ભારતીય લોકોની સાથે-સાથે પાકિસ્તાની દર્શકોએ પણ પ્રમોશન દરમિયાન ખૂબ મજા માણી રહ્યા હતા. આ ખાસ દિવસે સની દેઓલે ભાંગડા કરીને લોકોને વિચારમાં પાડી દીધા હતા. સની દેઓલે બીટિંગ રિટ્રીટ સેરેમની પછી અમીષા પટેલ અને બીજા લોકોની સાથે ભાંગડા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગદર-2 11 ઓગસ્ટના રોજ રિલીઝ જશે. આ માટે સની દેઓલ અને અમીષા પટેલ ફુલ ટુ પ્રમોશનના મુડમાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમાલ પાર્કમાં ઈમરાન ખાનની રહી સહી ઈજ્જતને પાકિસ્તાની પોલીસે ધોઈ નાખી
Next articleએક્ટ્રેસ અદા શર્માનો ફિલ્મોથી બ્રેક લેવાનો નિર્ણય, ફેન્સ માટે શોકિંગ ન્યુઝ