Home ગુજરાત ગાંધીનગર સદગમય મિત્રો દ્વારા પ્રકૃતિ વંદના “નેચર વોક એન્ડ ટોક” કાર્યક્રમ યોજાયો

સદગમય મિત્રો દ્વારા પ્રકૃતિ વંદના “નેચર વોક એન્ડ ટોક” કાર્યક્રમ યોજાયો

27
0

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના કલેકટરશ્રી એમ.કે.દવે સાહેબે યુવાનો સાથે સંવાદ કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું

સદગમય મિત્રો દ્વારા પ્રકૃતિ વંદના અંતર્ગત “નેચર વોક એન્ડ ટોક” કાર્યક્રમ ૦૨ જૂન રવિવારે સવારે ૦૮ થી ૧૦ કલાકે અરણ્ય ઉદ્યાન, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગરના કલેક્ટર શ્રી એમ. કે. દવે સાહેબ ઉપસ્થિત રહીને યુવાનો સાથે સંવાદ કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં 57 જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં નેચર વોક કરવામાં આવ્યું, જે દરમિયાન નેચર માએસ્ટ્રો તરીકે જાણીતા નરેન્દ્રભાઈ બેન્કોલા (પ્રકૃતિવેદ) એ દરેક યુવાનોને જીવ – જંતુ, વૃક્ષો, પશુ – પક્ષીઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. ત્યારબાદ બટરફ્લાય પાર્કની મુલાકાત કરીને પતંગિયા વિશે માહિતી આપી હતી.

ત્યારબાદ સદગમય દ્વારા સૌ પ્રથમ વાર “ગાંધીનગર ટોક” નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કલેકટરશ્રી એમ. કે. દવે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સદગમય દ્વારા સાહેબશ્રીનો પ્લાસ્ટિકમાંથી રિસાયકલ કરેલ કુંડામાં તુલસીજીનો છોડ આપીને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રી એ પ્રકૃતિ વંદના અંતર્ગત આ કાર્યક્રમ માટે સૌને અભિનંદન પાઠવીને પોતાની વાતમાં જણાવ્યું હતું કે પ્રકૃતિ માતાની રક્ષા કરવી એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. તેમણે પ્રકૃતિની જાળવણી કરવા અને સંસ્કૃતિથી માહિતીગાર થવા જણાવ્યું હતું. સાહેબ શ્રી એ વર્તમાન સમયની પરિસ્થિતિને ધ્યાન રાખીને જણાવ્યું કે યુવાનો મોબાઇલનો વધુ ઉપયોગ કરે છે જેથી ઘરમાં દરેક લોકો સાથે રહેવા છતાં પણ એકબીજા સાથે ડીસકનેક્ટ છે. સૌને જરૂરિયાત મુજબ મોબાઇલ ઉપયોગ કરવો અને પ્રકૃતિ સાથે સમય વિતાવવા વિનંતી કરી હતી. વધુમાં કલેકટર શ્રી એ પોતાના જીવનના અનુભવો અને ઉદાહરણો સાથે યુવાનોને પ્રેરણા મળે તેવા પ્રસંગો કહ્યા હતા.

ત્યારબાદ રેકો સોલ્યુશનના પ્રણવભાઈ દેસાઈ એ રોજબરોજ ઘરમાં જ પ્લાસ્ટિકના બદલે આપણે બીજુ શું ઉપયોગ કરી શકીએ અને પ્લાસ્ટિકનો સાવ ઓછો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. ત્યારબાદ યુવાનો સાથે 21 દિવસની ચેલેન્જની વાત કરી હતી જેમાં દરરોજ ઘરમાં ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકને કચરામાં ના ફેંકતા અલગ રીતે એકત્ર કરીશું અને અંતે રિસાયકલ કરવામાં આવશે. આ ચેલેન્જ સૌ યુવાનોએ લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સદગમય મિત્રો દ્વારા છેલ્લા બે વર્ષથી સાબરમતી નદીના કિનારે પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને ગાંધીનગર મહાનગરપાલિકા માં યોગ્ય સ્થાને જમા કરાવવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસાના સમય દરમિયાન મેગા ડ્રાઇવ કરીને વૃક્ષારોપણ કરવામાં આવે છે અને નેચર વોક એન્ડ ટોક કરીને બાળકો સહિત યુવાનોને પ્રકૃતિ વિશે માહિતગાર કરવામાં આવે છે. વધુ માહિતી માટે 7600002174 પર સંપર્ક કરી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર એનઓસીના બોર્ડ લગાવવા પડશે: એએમસી
Next articleખેડાના કપડવંજમાં એસએમસી દ્વારા દરોડા પાડીને દારુ ઝડપી પડ્વામાં આવ્યો