રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૨૦૫.૦૬ સામે ૬૦૧૬૬.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૯૭૪.૭૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૯૨.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૪.૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૩૩૦.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૮૫.૯૦ સામે ૧૭૯૮૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૮.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૮.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૮૭.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અદાણી એન્ટરપ્રાઈસીઝ લિમિટેડના રૂ.૨૦,૦૦૦ કરોડના શેરોની ફોલોઓન પબ્લિક ઓફર જનરલ પબ્લિક ખુલતાં પૂર્વે જ અદાણી ગ્રુપની છબી ખરડાવવાના કહેવાતા પ્રયાસમાં યુ.એસ. સ્થિત હિડનબર્ગ દ્વારા પોતે અદાણી ગ્રુપ કંપનીઓના વધતાં દેવા બાબતે ચિંતિત હોવાનું જણાવી યુ.એસ. ટ્રેડેડ બોન્ડસ અને બિન ભારતીય ટ્રેડેડ ડેરિવેટીવ્ઝ સાધનો થકી શોર્ટ પોઝિશન ધરાવતા હોવાના આપેલા રીપોર્ટની નેગેટીવ અસરે આજે સપ્તાહના અંતે અદાણી ગ્રુપ શેરો પાછળ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. હિન્ડેનબર્ગ દ્વારા રીપોર્ટમાં જણાવ્યા મુજબ અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓમાં ઊંચા વેલ્યુએશનના કારણે ફંડામેન્ટલ ધોરણે ૮૫% ઘટાડાની શકયતા હોવાનો અંદાજ બતાવતાં ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
ચાઈનામાં લુનાર નવા વર્ષની રજાઓ પૂર્વે લોકોનો ઉજવણી માટેનો ઉત્સાહ વર્ષ ૨૦૨૨ કરતાં વધુ જોવાઈ રહ્યો હોઈ ચાઈનાના અર્થતંત્રની રી-ઓપનીંગ સાથે ઝડપી રિકવરીની અપેક્ષા છતાં વૈશ્વિક મોરચે મંદીનો ફફડાટ વ્યાપત રહેતાં સપ્તાહના અંતે શેરબજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૮૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૯.૬૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, હેલ્થકેર અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૮૩ અને વધનારની સંખ્યા ૭૮૪ રહી હતી, ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સંયુક્ત રાષ્ટ્રના એક ટોચના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસ દર જી-૨૦ના સભ્ય દેશો કરતા ઘણો વધારે છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગના આર્થિક વિશ્લેષણ અને નીતિ વિભાગના વૈશ્વિક આર્થિક દેખરેખ શાખાના વડા હામિદ જણાવ્યું હતું કે, ભારત અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક આકર્ષક સ્થળ છે. ઊંચા વ્યાજદરો અને વિશ્વભરમાં રોકાણ અને નિકાસ પર આર્થિક મંદીની અસર વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિદર ૨૦૨૩માં વધીને ૫.૮% રહેવાની ધારણા છે. દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં આર્થિક વિકાસ દરને લઈને સ્થિતિ ખૂબ જ પડકારજનક રહેવાની છે, જ્યારે ભારતનો આર્થિક વિકાસ મજબૂત રહેવાની આશા છે. વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થવ્યવસ્થા ભારત ૨૦૨૪માં ૬.૭%ના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ છે.
ભવિષ્યમાં મજબૂત માંગ સાથે ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં હશે. વર્ષ ૨૦૨૪માં આર્થિક વિકાસ દર વધીને ૬.૭% થવાનો અંદાજ છે અને તે અન્ય જી-૨૦ દેશો કરતા ઘણો સારો છે. ભારત માટે આ અનુમાનિત અને સ્થાયી વિકાસ દર છે. ઘણા લોકો ભારતમાં ગરીબી રેખા નીચે જીવે છે. તેથી વિકાસ દરનું આ સ્તર વધુ સારું છે. જો ભારત આ વિકાસ દર જાળવી રાખશે તો તે સતત વિકાસ લક્ષ્યાંકો માટે અને વૈશ્વિક ગરીબી ઘટાડવા માટે સારું રહેશે. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં બેરોજગારીનો દર ખૂબ જ ઘટીને ૬.૪% થઈ ગયો છે. આનો અર્થ એ છે કે સ્થાનિક માંગ ખૂબ જ મજબૂત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.