Home દેશ - NATIONAL સંદેશખાલી જાતીય સતામણી કેસ: SC પેનલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ...

સંદેશખાલી જાતીય સતામણી કેસ: SC પેનલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી

35
0

(જી.એન.એસ),તા.૧૭

કોલકાતા/નવી દિલ્હી,

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ 70 કિલોમીટર દૂર સ્થિત સંદેશખાલી ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટ પેટાવિભાગમાં આવે છે. આ બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. લઘુમતી અને આદિવાસી સમુદાયના મોટાભાગના લોકો અહીં રહે છે. ગયા મહિને, જ્યારે EDની ટીમે તૃણમૂલ કોંગ્રેસના TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારે EDની ટીમ પર હુમલો થયો હતો, ત્યારબાદથી જ આ વિસ્તાર ચર્ચામાં આવ્યો છે.

સંદેશખાલી જાતીય સતામણીનો મામલો આખા દેશમાં ચર્ચા નો મુદ્દો છે. હવે મામલો પશ્ચિમ બંગાળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સુધી પહોંચી ગયો છે. વાસ્તવમાં SC પેનલે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે. આ માટે પેનલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ સોંપ્યો છે. પેનલે તેના રિપોર્ટમાં કહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી ગઈ છે. પેનલનું એમ પણ કહેવું છે કે આરોપીઓ પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એ શુક્રવારે (16 ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંદેશખાલી કેસ પર અહેવાલ સુપરત કર્યો હતો. NCSCના પ્રમુખ અરુણ હલદર અને સભ્ય અંજુ બાલા ગુરુવારે પીડિત મહિલાઓને મળ્યા હતા. અંજુ બાલાએ કહ્યું હતું કે મમતા બેનર્જી પોતે એક મહિલા CM છે, પરંતુ તેઓ કશું કહેવા માંગતા નથી. તેઓ પોતાના નેતાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનું નામ મમતા છે, પણ તેમના હૃદયમાં મમતા નામનું કંઈ નથી.

આ પહેલા સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચારના મામલામાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. તેમણે માંગ કરી હતી કે તપાસ અને ત્યારબાદની ટ્રાયલ પશ્ચિમ બંગાળની બહારના રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ CBI અથવા SIT દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અરજીમાં પીડિતોને વળતર આપવાની પણ વિનંતી કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીના JLN સ્ટેડિયમમાં પંડાલ ધરાશાઈ, 8 લોકો ઘાયલ
Next articleISROએ 17 વર્ષ પહેલા લોન્ચ કરેલા કાર્ટોસેટ-2ને પૃથ્વીના વાતાવરણમાં સફળતાપૂર્વક તોડી પાડ્યું