Home મધ્ય ગુજરાત અમદાવાદ સંત સૂરદાસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૧મી જાન્યુઆરી સુધીમાં ૪૫,૭૮૮ લાભાર્થીઓને કુલ...

સંત સૂરદાસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૧મી જાન્યુઆરી સુધીમાં ૪૫,૭૮૮ લાભાર્થીઓને કુલ રૂ.૪૦૫૪.૬૨ લાખની સહાય ચૂકવાઈ: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

10
0

અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ ૭૧૧૧ જેટલા લાભાર્થીઓને કુલ રૂ.૭૯૬.૫૮ લાખની સહાય ચૂકવવામાં આવી: રાજ્યમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

સંત સૂરદાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર કરવામાં આવેલી અરજીઓ અને તે સંદર્ભે ચૂકવવામાં આવેલી સહાય અંગે વિગતો આપતાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં તા. ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ૪૫,૭૮૮ લાભાર્થીઓને કુલ રૂ.૪૦૫૪.૬૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

આ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૦થી આ યોજના અમલી છે. જે અંતર્ગત ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને આ યોજના હેઠળ માસિક સહાય આપવામાં આવે છે અને આ સહાય સીધી જ તેમના બૅંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

વધુમાં, મંત્રીશ્રી પરમારે જણાવ્યું કે ગત વર્ષથી આ યોજના હેઠળ ઉંમર અને આવકની મર્યાદા દૂર કરવામાં આવી છે. પરિણામે, તમામ લાભાર્થીઓને એકસમાન સહાય ચૂકવવા આવે છે. જે મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૫,૦૯૨ લાભાર્થીઓને રૂ. ૧૯૦૫.૭૪ લાખ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫,૫૭૪ લાભાર્થીઓને રૂ. ૩૦૬૬.૯૧ લાખ, જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૫,૭૬૭ લાભાર્થીઓને રૂ. ૩૦૭૧.૦૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વર્ષ-૨૦૨૪માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૫૨૪ અરજી મંજૂર કરવામાં આવી છે. જે પૈકી કુલ રૂ. ૯૮ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષની વિગતો મુજબ વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૩૦૭ લાભાર્થીઓને રૂ. ૧૦૨.૨૦ લાખ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૯૧૩ લાભાર્થીઓને રૂ. ૩૫૦.૪૫ લાખ, જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૮૯૧ લાભાર્થીઓને રૂ. ૩૪૩.૯૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field