Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સંજય સિંહની ધરપકડ પર સુપ્રીમ કોર્ટની EDને નોટિસ

સંજય સિંહની ધરપકડ પર સુપ્રીમ કોર્ટની EDને નોટિસ

19
0

(GNS),20

દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંબંધમાં EDએ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. સંજય સિંહની ધરપકડ અને ત્યારપછીના રિમાન્ડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે EDને નોટિસ પાઠવીને ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં જવાબ માંગ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે સંજય સિંહને સલાહ આપી હતી કે આ દરમિયાન તેઓ નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી શકે છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે AAP નેતા સંજય સિંહની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે કાયદો દરેક માટે સમાન છે, પછી તે નેતા હોય કે સામાન્ય નાગરિક. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે સંજય સિંહની ધરપકડ કાયદા અનુસાર છે. તપાસના પ્રારંભિક તબક્કે આ મામલે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી…

AAP નેતાએ 13 ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટમાં પોતાના રિમાન્ડ અને ધરપકડને પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન, એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ, ED તરફથી હાજર થઈ, તેમણે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સંજય સિંહની ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી હતી. બાદમાં હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સંજય સિંહની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં 4 ઓક્ટોબરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહ પર 82 લાખ રૂપિયાનું દાન લેવાનો આરોપ છે. સંજય સિંહે તેમની ધરપકડને પણ પડકારી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટાટાના આ IPOએ લોન્ચ થતા પહેલા જ રેકોર્ડ તોડ્યો
Next articleટીમ ઈન્ડિયાની હારના આઘાતથી એક ક્રિકેટ પ્રેમીનું મૃત્યુ થઈ ગયું