Home દુનિયા - WORLD શ્રીલંકા દેશ ખર્ચ ઘટાડવા સ્ટ્રીટ લાઇટ બંધ કરવા પર મજબુર થયુ

શ્રીલંકા દેશ ખર્ચ ઘટાડવા સ્ટ્રીટ લાઇટ બંધ કરવા પર મજબુર થયુ

58
0

(જી.એન.એસ),તા.૦૧
શ્રીલંકા


શ્રીલંકા હાલમાં ખાલી વિદેશી મુદ્રા ભંડાર સાથે સંઘર્ષ કરી રહ્યું છે. ફેબ્રુઆરીના અંતમાં શ્રીલંકાની વિદેશી મુદ્રા ભંડાર 2.3 બિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. છેલ્લા બે વર્ષમાં શ્રીલંકાના વિદેશી મુદ્રા ભંડારમાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જેના કારણે દેશ આયાત બિલ ચૂકવવામાં અસમર્થ બન્યો છે. હાલમાં શ્રીલંકાની આશા IMFની સાથે ભારત અને ચીન પર ટકેલી છે. શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. સ્થિતિ એ છે કે ઇંધણ ખરીદવામાં અસમર્થ શ્રીલંકાની સરકાર સ્ટ્રીટ લાઇટ બંધ કરીને પૈસા બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રોયટર્સે શ્રીલંકાના ઉર્જા મંત્રીના હવાલા દ્વારા આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં ઇંધણની અછતને કારણે લાંબા સમય સુધી પાવર કટ જોવા મળી રહ્યો છે. સ્થિતિ વણસતી બચાવવા સરકારને રસ્તાઓ પર અંધારપટ કરવાની ફરજ પડી છે. શ્રીલંકાની સરકારે માહિતી આપી છે કે શનિવારે ભારતમાંથી ડીઝલનું શિપમેન્ટ આવી રહ્યું છે. જે બાદ સ્થિતિમાં થોડો સુધારો થવાની આશા છે. જો કે, મંત્રીએ સ્પષ્ટ કર્યું કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય નહીં થાય. રિપોર્ટ અનુસાર, હાલમાં શ્રીલંકામાં 13 કલાકનો પાવર કટ જોવા મળી રહ્યો છે. હાલમાં વિદેશી મુદ્રા ભંડારના અભાવે દેશ ઇંધણની આયાત કરી શકતો નથી. આ સાથે ઉનાળામાં વિક્રમી વધારાને કારણે વીજળીની માગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પાણી ઉત્પન્ન કરતા જળાશયોમાં પાણી એટલુ નીચું પહોંચી ગયું છે કે વીજળીના ઉત્પાદનને અસર થઈ છે. શ્રીલંકાના ઉર્જા પ્રધાને રોઇટર્સને જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓને વીજળી બચાવવા માટે સ્ટ્રીટ લાઇટ બંધ કરવાની સૂચના આપી દીધી છે. બીજી તરફ કોલંબો સ્ટોક એક્સચેન્જે પાવર કટના કારણે એક સપ્તાહ માટે ટ્રેડિંગનો સમય 2 કલાક ઘટાડી દીધો છે. ઉર્જા મંત્રીએ માહિતી આપી હતી કે ભારતમાંથી 500 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ હેઠળ ડીઝલનું શિપમેન્ટ શનિવારે શ્રીલંકા પહોંચશે. તેમણે કહ્યું કે એકવાર ઇંધણ શ્રીલંકામાં પહોંચે તો પાવર કટ થોડા કલાકો સુધી ઘટાડી શકાય છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે સ્થિતિ સુધરવામાં લાંબો સમય લાગી શકે છે. આર્થિક સ્થિતિને લઈને દબાણ છે, જ્યારે મેના મધ્યમાં વરસાદની શરૂઆત સાથે, જળાશયો ભરાયા પછી અને વીજળીની માગમાં ઘટાડો થાય, ત્યારે વીજળીની સ્થિતિ વિશે થોડી આશા રાખી શકાય છે. વીજળીની સ્થિતિની સાથે સાથે દેશની આર્થિક સ્થિતિ પર પણ ઘણું દબાણ છે. તેની અસર શેરબજારમાં પણ જોવા મળી છે. દિગ્ગજ કંપનીઓના શેરમાં ભારે ઘટાડા બાદ મંગળવારને અડધો કલાક માટે કારોબાર અટકાવવો પડ્યો હતો. 2 દિવસમાં 3 વખત આવું બન્યું છે, બ્રોકર્સના મતે અર્થતંત્રના પડકાર વચ્ચે ટ્રેડિંગનો સમય બે કલાક ઘટાડવાને કારણે સેન્ટિમેન્ટ બગડ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકા વિપક્ષો સાથે મળીને સરકાર તોડી પાડવા માગે છે : ઈમરાન ખાને કર્યો દાવો
Next articleજમ્મુ-કાશ્મીરના પૂંચમાં માર્ગ અકસ્માતમાં 9ના મોત, ૩ થી ૪ ઘાયલ થયા