Home દુનિયા - WORLD શ્રીલંકામાં કટોકટીનો નિર્ણય આખરે પાછો ખેંચી લેતા રાષ્ટ્રપતિ રાજપક્ષે

શ્રીલંકામાં કટોકટીનો નિર્ણય આખરે પાછો ખેંચી લેતા રાષ્ટ્રપતિ રાજપક્ષે

61
0

(જી.એન.એસ),તા.૦૬
શ્રીલંકા
ગંભીર આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકામાંથી હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સીનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. દેશમાં હિંસક વિરોધને જોતા ઈમરજન્સી લાદવામાં આવી હતી. આ પહેલા સોમવારે લોકોએ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના ઘરની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખા કોલંબો શહેર પર પ્રદર્શનકારીઓએ કબજો જમાવી લીધો હતો. કોલંબોમાં વીજળી પણ કપાઈ ગઈ હતી, આખા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેના કારણે દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી દેવાની જાળને કારણે શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે લોકોને કલાકો સુધી વીજકાપ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ઈંધણ, રાંધણગેસ, જીવનજરૂરી ચીજવસ્તુઓનો ઓછો પુરવઠો અને કલાકોના વીજ કાપને કારણે લોકો મહિનાઓથી પરેશાન છે. શ્રીલંકાનું વર્તમાન વિદેશી વિનિમય ભંડોળ ઘટીને માત્ર 20 બિલિયન ડોલર થઈ ગયુ છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની આગેવાની હેઠળના શ્રીલંકાના શાસક ગઠબંધનની મુશ્કેલીઓ મંગળવારે વધી ગઈ જ્યારે નવા નિયુક્ત નાણાં પ્રધાન અલી સાબરીએ રાજીનામું આપ્યું, તો બીજી બાજુ ડઝનેક સાંસદોએ પણ શાસક ગઠબંધન છોડી દીધું. બીજી તરફ દેશના સૌથી ખરાબ આર્થિક સંકટ દરમિયાન દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યથાવત રહ્યા છે. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમના ભાઈ બાસિલ રાજપક્ષેની હકાલપટ્ટી કર્યા બાદ, સાબરીને નિયુક્ત કર્યા હતા. બાસિલ રાજપક્ષે, શાસકપક્ષ શ્રીલંકા પોદુજાના પેરામુના ગઠબંધનમાં નારાજગીનો મુખ્ય સ્ત્રોત હતા. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં, સાબરીએ જણાવ્યું હતું કે તેમણે કામચલાઉ પગલા તરીકે આ પદ સંભાળ્યું છે. વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. એવું માનવામાં આવે છે કે શ્રીલંકામાં રાજપક્ષેની સરકાર બહુ જલ્દી પડી જશે. કારણ કે શાસક પક્ષોમાં અસંતુષ્ટોની સંખ્યા 41 થઈ ગઈ છે અને તેમાં વધારો થવાની સંભાવના છે. શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના પાર્ટી પાસે 225 સભ્યોની શ્રીલંકાની સંસદમાં 117 સાંસદો છે, જ્યારે તેના સાથી, SLFP પાસે 15 છે. આ ગઠબંધનમાં 10 પક્ષોના 14 અન્ય સાંસદો છે. વિરોધ પક્ષ SJB પાસે 54 સભ્યો છે. આ સિવાય TNAમાં 10 સભ્યો છે અને અન્યમાં 15 સભ્યો છે. સત્તાધારી પક્ષમાં વિભાજન બાદ હવે SLPP પાસે માત્ર 105 સભ્યો જ બચ્યા છે. સત્તાધારી પક્ષોમાં અસંતુષ્ટોની સંખ્યા 41 થઈ ગઈ છે અને તેમાં વધારો થવાની શક્યતા છે. આર્થિક સંકટગ્રસ્ત શ્રીલંકાએ નોર્વે અને ઇરાકમાં તેના દૂતાવાસ તેમજ સિડનીમાં દેશના કોન્સ્યુલેટ જનરલને અસ્થાયી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય 30 એપ્રિલથી લાગુ થશે. મંત્રાલયે કહ્યું કે સરકારનો બે દૂતાવાસ અને એક વાણિજ્ય દૂતાવાસને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય સાવચેતીપૂર્વક વિચાર-વિમર્શ પછી આવ્યો છે અને તે વિદેશમાં શ્રીલંકાના રાજદ્વારી પ્રતિનિધિત્વના સામાન્ય પુનર્ગઠનનો એક ભાગ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સિડનીમાં કોન્સ્યુલેટ જનરલનો અધિકારક્ષેત્ર ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં શ્રીલંકાના હાઈ કમિશનને પાછો સોપાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleElon Musk હવે Twitterના બોર્ડમાં જોડાશે, સૌથી મોટા શેરધારક પણ બનશે
Next articleરાજ્યસભામાં એક જ બિલ ઉપર 200 વાર મતદાન કેમ થયુ છે