Home દેશ - NATIONAL શ્રદ્ધા કપૂર પર મુકાયો છેતરપીંડીનો આરોપ

શ્રદ્ધા કપૂર પર મુકાયો છેતરપીંડીનો આરોપ

345
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.27
મુંબઇના અંધેરી ઉપનગરની અંધેરી મેટ્રોપોલિટન કોર્ટે આંબોલી પોલીસને એવો આદેશ આપ્યો હતો કે અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને હસીના પારકરની ફિલ્મના સહનિર્માતા સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતના આક્ષેપ બદલ તપાસ કરવી. મુંબઇના દાદર વિસ્તારમાં ગારમેન્ટની દુકાન ધરાવતા એક વેપારીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે ફિલ્મ હસીના પારકર ફિલ્મના સર્જકો સાથે અમારે એવા કરાર થયા હતા કે એ અમારી બ્રાન્ડનો પ્રચાર કરશે પરંતુ તેમણે એવું કર્યું નથી અને અમે ચૂકવેલાં નાણાં પણ પરત કર્યાં નથી. અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઇ હતી માટે અમને ન્યાય મળવો ઘટે. અંધેરી મેટ્રોપોલિટન કોર્ટે પોલીસને એવો આદેશ આપ્યો હતો કે ૧૫ ફેબુ્રઆરી પહેલાં તપાસ કરીને અમને રિપોર્ટ આપો. અંધેરી પોલીસના એક અધિકારીએ પોતાનું નામ આપ્યા વિના કહ્યું કે આ વાત સાચી છે. અમને કોર્ટે આદેશ આપ્યો છે એટલે અમે ફિલ્મ પ્રોડયુસર અને શ્રદ્ધા કપૂરને બોલાવીને તેમની પૂછપરછ કરીશું. અમારે કોર્ટના આદેશનું પાલન કરવું રહ્યું. ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો હતો કે ફિલ્મના પ્રમોશન વખતે અમારી બ્રાન્ડ ‘એજેટીએમ’નો પ્રચાર કરવાની શ્રદ્ધા અને ફિલ્મ સર્જકે ખાતરી આપી હતી અને એ માટે તેમણે માગેલી રકમ અમે ચૂકવી હતી.પછી અમારી સાથે વિશ્વાસઘાત થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનહિ બને ‘બીવી નંબર વન’ની રીમેક
Next articleલવ જિહાદની આડમાં હિન્દુઓ ગંદકી છૂપાવે છે : અનુરાગ કશ્યપ