રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૬૩.૭૯ સામે ૬૦૭૧૫.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૪૭૨.૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૦.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૨.૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૮૦૬.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૦૯.૨૫ સામે ૧૭૯૦૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૨૦.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૪.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૪૫.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કરવાની માત્રા ધીમી પડાતા અને આગામી નાણાકીય વર્ષમાં ફુગાવો ઘટવા સાથે દેશના અર્થતંત્રને લઈને આરબીઆઈના આશાવાદી સૂરને પગલે ભારતીય શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો જોવા મળ્યો હતો અને સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ઉછાળો જોવા મળ્યો હતો. રેપો રેટમાં વધારો અપેક્ષા પ્રમાણે જ આવતા બજારે તેને ડિસ્કાઉન્ટ કર્યો હતો. દેશના આર્થિક વિકાસ દરને લઈને રિઝર્વ બેન્કના આશાવાદી સૂર તથા માળખાકીય વિકાસ પાછળ સરકારના ભારને જોતા ફંડોની નીચા મથાળે લેવાલી નીકળી હતી. રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટના વધારાને પરિણામે બેન્કોના નફા પર અસર પડવાની ધારણાં રાખવામાં આવી રહી છે. જો કે વધારો અપેક્ષિત હોય પસંદગીના બેન્ક શેરોમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. મોટાભાગની બેન્કોના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો અપેક્ષા કરતા સારા રહ્યા છે જેને કારણે પણ બેન્ક શેરોમાં ખરીદી જોવા મળી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અવિરત ખરીદી કરતાં રહી તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું. અલબત આંતરરાષ્ટ્રીય મોરચે ફરી અમેરિકા અને ચાઈના વચ્ચે ઈરાનથી ઓઈલ ખરીદવા મુદ્દે અને રશીયા સાથે સહયોગ મામલે ઘર્ષણથી જીઓપોલિટીકલ ટેન્શનની શકયતા સાથે કમોડિટીઝ, પાવર, યુટિલિટીઝ, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, હેલ્થકેર, એનર્જી, ઓટો, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી, ફાઈનાન્સિયલ સર્વિસિસ, બેન્કેક્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૬૭ અને વધનારની સંખ્યા ૧૭૦૦ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારત હાલમાં વૈશ્વિક અર્થતંત્રમાં એક આકર્ષક સ્થળ છે અને આવતા વર્ષે ૬.૭% આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ ૨૦૨૩’ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, એવું લાગે છે કે ભારત આ સમયે વૈશ્વિક અર્થતંત્રમાં એક આકર્ષક સ્થાન પર છે. અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરમાં ઊંચા વ્યાજ દરો અને આર્થિક મંદીની અસર વચ્ચે ભારતનો જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ દર ૨૦૨૩માં ૫.૮% રહેવાની ધારણા છે. અન્ય દક્ષિણ એશિયાના દેશોમાં આર્થિક વિકાસ દરને લઈને પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક હશે જ્યારે ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહેવાની અપેક્ષા છે.
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૪માં ૬.૭%ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. નજીકના ભવિષ્યમાં મજબૂત માંગ સાથે ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં હશે. ભારતનો આર્થિક વિકાસ દર ૨૦૨૪માં વધીને ૬.૭% થવાની ધારણા છે અને તે અન્ય G-20 દેશોની તુલનામાં ઘણો સારો છે. ભારત માટે આ એક વિશ્વસનીય અને ટકાઉ વૃદ્ધિ દર છે. ભારતની વર્તમાન આર્થિક તાકાત ત્રણ પરિબળોને આભારી છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં બેરોજગારીનો દર ધરખમ રીતે ઘટીને ૬.૪% થયો છે. મતલબ કે સ્થાનિક માંગ ઘણી મજબૂત છે. ભારતમાં ફુગાવાનું દબાણ પણ નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે અને તે આ વર્ષે લગભગ ૫.૫% અને ૨૦૨૪માં ૫ % રહેવાનો અંદાજ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.