Home દેશ - NATIONAL શું તમે જાણો છો?… સાઉથ ફિલ્મ માટે આ સિતારાઓ કમાણી કેટલી છે...

શું તમે જાણો છો?… સાઉથ ફિલ્મ માટે આ સિતારાઓ કમાણી કેટલી છે અને કેટલી ફીસ લે છે ?..

59
0

(જી.એન.એસ),તા.૨૪
મુંબઈ


શું તમે જાણો છો કે સાઉથ ઈન્ડિયન ફિલ્મો ના આ એકટરો કેટલી કમાણી કરે છે અને તે એક ફિલ્મ દીઠ કેટલી કમાણી કરે છે. અલ્લુ અર્જૂનની પુષ્પા, જૂનિયર એન્ટીઆર અને રામ ચરણની RRR, યશની કેજીએફ 2એ તમામ કમાણીના રેકોર્ડ તોડ્યા છે. હાલના દિવસોમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. અને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. ફિલ્મોથી કમાણી કરવાના મામલામાં આ સ્ટાર્સ બોલીવૂડના એક્ટર્સથી ઓછા નથી. આ એક્ટર્સને સાઈન કરવામાં ફિલ્મ મેકર્સના પસીના છૂટી જાય છે, કેમ કે તેમની ફીસ જ બહુ વધુ છે. જેમાં પ્રથમ ક્રમે આવે રજનીકાંત. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મોનું સૌ કોઈ પાગલ છે. દુનિયાના ઘણા બધા દેશ છે જ્યાં રજનીકાંતની ફિલ્મોનો બોલ બાલા છે. રજનીકાંત તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને અમેરિકન મૂવીમાં કામ કરી ચુક્યા છે. રજનીકાંત એશિયાના સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. રજનીકાંત એક ફિલ્મના 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બીજા ક્રમે આવે છે કમલ હસન. કમલ હસન મોસ્ટ પૉપ્યુલર સ્ટારમાંથી એક છે. 200થી વધારે ફિલ્મોમાં તે કામ કરી ચુક્યા છે. તમિલ ફિલ્મો સિવાય તેમણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કમલ હસન એક ફિલ્મના 25 કરોડ રૂપિયા લે છે.

ત્રીજા ક્રમે આવે છે સુપરસ્ટાર યશ. સુપરસ્ટાર યશ હાલ તો કેજીએફ 2ના સક્સેસને એન્જોય કરી રહ્યા છે. આ ફિલ્મની સફળતા બાદ તે પેન ઈન્ડિયા સ્ટાર બની ચુક્યા છે. એશિયાનેટ રિપોર્ટ મુજબ એક ફિલ્મ માટે યશ 20 કરોડ રૂપિયા લે છે.

ચોથા ક્રમે આવે છે જૂનિયર એન્ટીઆર. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જૂનિયર એન્ટીઆર નામ ખુબ ફેમસ છે. તે સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. હાલમાં જ તેમની ફિલ્મ આરઆરઆર રિલીઝ થઈ છે, જે ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. અમારી વેબસાઈટ ડીએનએ અનુસાર, જૂનિયર એન્ટીઆર એક ફિલ્મ માટે 45 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

પાંચમાં ક્રમે આવે છે રામ ચરણ. આરઆરઆર રામ ચરણના કરિયરની સૌથી મોટી સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં તેમણે જૂનિયર એન્ટીઆર સાથે કામ કર્યું છે, જેમાં લોકોને બંનેની જોડી ખુબ જ પસંદ પડી છે. અમારી સહયોગી વેબસાઈટ ડીએનએના મુજબ, રામ ચરણ એક ફિલ્મ માટે 45 કરોડ રૂપિયા ફી પેટે લે છે.

છટ્ઠા ક્રમે આવે છે પ્રભાસ. બાહુબલી અને બાહુબલી 2એ પ્રભાસને સુપરસ્ટાર બનાવી દીધો છે. અને સાઉથ ફિલ્મ ઈન્ડિસ્ટ્રીના તે સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમના કરોડો ફેન્સ છે. પ્રભાસ 80થી 85 કરોડ રૂપિયા લે છે એક ફિલ્મના.

સાતમાં ક્રમે આવે છે મહેશ બાબૂ. ટોલીવૂડ સ્ટાર મહેશ બાબૂ પણ ફીસના મામલે ઓછા નથી. તેમણે પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાંસ નેનોકાડિને, અથ્થડૂ, પોકીરી, ડોકૂડુ, સામેલ છે. મહેશ બાબૂ એક ફિલ્મના 45 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field