Home દેશ - NATIONAL શું?.. ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં આટલી મોટી થઇ ચૂક?!.., આ મામલો સામે...

શું?.. ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં આટલી મોટી થઇ ચૂક?!.., આ મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો

39
0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક થયાનો મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. મુંબઈ પ્રવાસ દરમિયાન એક 32 વર્ષનો અજાણ્યો વ્યક્તિ કલાકો સુધી ગૃહમંત્રીની આજુબાજુ ફરતો રહ્યો. વ્યક્તિએ પોતાની આંધ્ર પ્રદેશના સાંસદના પીએ તરીકે ઓળખ આપી હતી. તેની પાસે ગૃહ મંત્રાલયનું આઈડી કાર્ડ અને પટ્ટો પણ હતો. જેને પહેરીને તે ગૃહમંત્રીના કાફલા સાથે ફરતો રહ્યો.

મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આઈડી કાર્ડ પહેરેલા વ્યક્તિએ પોતાની અસલ ઓળખ છૂપાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર પણ આ અજાણ્યો વ્યક્તિ બ્લેઝર પહેરીને ફરતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિ પર શક ગયા બાદ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી. મુંબઈ પોલીસે પૂછપરછ બાદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીનું નામ હેમંત પવાર હોવાનું કહેવાય છે. તે મહારાષ્ટ્રના ધૂળેનો રહીશ છે.

આરોપી પવારને કોર્ટમાં રજૂ કરાયો જ્યાં કોર્ટે તેને 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો. નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસે મુંબઈ પહોંચ્યા હતા. તેમણે શહેરના પ્રમુખ ગણેશ પંડાલ લાલબાગ ચા રાજામાં ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી. મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બન્યા બાદ અમિત શાહ પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે પણ ગયા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક મહિલા જીમના મશીનમાં ઊલટી ફસાઇ, પોતાની મદદ માટે સ્માર્ટવોચથી કોલ કરી પોલીસ બોલાવવી પડી
Next articleબિહારના મુખ્યમંત્રી ત્રણ દિવસના દિલ્હી પ્રવાસ બાદ બોલ્યા,”થર્ડ ફ્રંટ નહીં, હવે મેન ફ્રંટ બનશે”