Home દેશ - NATIONAL બિહારના મુખ્યમંત્રી ત્રણ દિવસના દિલ્હી પ્રવાસ બાદ બોલ્યા,”થર્ડ ફ્રંટ નહીં, હવે મેન...

બિહારના મુખ્યમંત્રી ત્રણ દિવસના દિલ્હી પ્રવાસ બાદ બોલ્યા,”થર્ડ ફ્રંટ નહીં, હવે મેન ફ્રંટ બનશે”

43
0

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી વિપક્ષી દળોના નેતાઓને મળવા માટે ત્રણ દિવસના દિલ્હી પ્રવાસે આવ્યા હતા. નીતિશ કુમારે પોતાના દિલ્હી પ્રવાસના અંતિમ દિવસે ત્રીજા મોર્ચાની સંભાવનાથી ઇનકાર કર્યો છે અને કહ્યું કે તેના સ્થાન પર મેન ફ્રંટ બનશે. પત્રકાર પરિષદમાં નીતિશ કુમારે એક સવાલના જવાબમાં કહ્યું, ‘થર્ડ ફ્રંટ નહીં, બનવાનો છે તો મેન ફ્રંટ બનશે.’

પત્રકાર પરિષદમાં નીતિશ કુમારે કહ્યુ- અમે નિર્ણય લીધો અને બિહારની સાથે પાર્ટીઓ એક થઈ. બધા રાજ્યોમાં જ્યાં વિપક્ષી દળ છે, તે મળશે તો દેશમાં માહોલ બનવાનું શરૂ થઈ જશે અને 2024ની ચૂંટણી સારી થઈ જશે. દિલ્હી પ્રવાસના સવાલ પર નીતિશ કુમારે કહ્યુ, ‘પાર્ટીના નેતાઓના ફોન આવતા હતા વાત કરવા માટે એટલે હું દિલ્હી આવ્યો. સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરવામાં આવશે. બધા લોકો પાસેથી સારો પ્રતિસાદ મળ્યો છે. 2024માં ખુબ સારી ચૂંટણી થશે. તે લોકો તરફથી એકતરફી હશે. થર્ડ ફ્રંટ નહીં, બનવાનો છે તો મેન ફ્રંટ બનશે.

નીતિશ કુમારે જ્યારે હરિયાણામાં ચૂંટણી પ્રચારમાં જવાને લઈને સવાલ કરવામાં આવ્યો તો કહ્યું- હરિયાણાની રેલીમાં સામેલ થશે.’ મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નામ લેતા ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું- અટલ બિહારી વાજપેયીના છ વર્ષમાં જેટલું કાર્ય થયું અને અત્યારના કાર્યકાળમાં કોઈપણ નવું કામ થયું નથી. દરેક વસ્તુનું નામકરણ કરવું અને કામ કર્યા વગર પ્રચાર કરવો, કેટલાક લોકોની આદત છે કે કામ ન કરો અને માત્ર પ્રચાર કરો.

વિપક્ષના પીએમના ઉમેદવાર પર કહ્યુ- મારે નહીં, મારા સિવાય જેને બનવાનું છે, બધા વાત કરી લેશું. અમારૂ કામ છે બધાને એક કરવું. આપસી સહમતિ બાદ બધુ નક્કી થઈ જશે. વિપક્ષી દળોની એકતાને લઈને નીતિશ કુમારે કહ્યું- કોંગ્રેસ, લેફ્ટ કે અન્ય પાર્ટીઓ હોય, બધા મહત્વપૂર્ણ છે. બધા લોકો રિસ્પોન્સ કરી રહ્યાં છે. બધા લોકોની સહમતિ હશે તો ખુબ સારો માહોલ હશે. ત્યારબાદ ઘણી પાર્ટીઓના નેતાઓ મળશે. તેમણે કહ્યું કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોન આવ્યો હતો. ભાજપ પર હુમલો કરતા કહ્યું- આ લોકો ઈચ્છી રહ્યાં છે કે હર ઘર નળની ક્રેડિટ કેન્દ્રને જાય. અમે તેના પર 2016થી કામ કરી રહ્યાં છીએ. અમારા કારણે આ લોકોનું સમર્થન વધ્યું અને તે લોકો અમને હરાવી રહ્યાં હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું?.. ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં આટલી મોટી થઇ ચૂક?!.., આ મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો
Next articleભારતનો સૌથી મોટો વાહન ચોર ઝડપાયો, 32 વર્ષમાં 6000 કારની કરી ચોરી