Home મધ્ય ગુજરાત અમદાવાદ શાહીબાગના આર્મી કેમ્પમાં ઓઇલની જરૂર હોવાનું કહી ૩ ગઠિયાએ વેપારી પાસેથી રૂ....

શાહીબાગના આર્મી કેમ્પમાં ઓઇલની જરૂર હોવાનું કહી ૩ ગઠિયાએ વેપારી પાસેથી રૂ. ૩. ૨૮ લાખ પડાવ્યા

43
0

આર્મી ઓફિસર તરીકે ઓળખાણ આપી કેમ્પ હનુમાન ખાતેના આર્મી હેડ ક્વાર્ટરમાં ઓઇલના જથ્થાની જરૂર હોવાનું કહીને ૩ ગઠિયાએ વેપારી પાસેથી રૂ. ૩. ૨૮ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નારણપુરા પોલીસમાં નોંધાઈ છે. નારણપુરામાં શૈલ રેસિડન્સીમાં રહેતા કલ્પેશ વખારિયા સરખેજના સહજાનંદ એસ્ટેટમાં ગોડાઉન ધરાવી એસકે એજન્સી નામની કંપની ધરાવી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલ સપ્લાય કરવાનો વેપાર કરે છે.

૨૨ જુલાઈએ કલ્પેશભાઈ પર ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ ઓઇલનો ભાવ પૂછીને ઓર્ડર માટે વાત કરી હતી અને પોતાની ઓળખાણ આર્મી ઓફિસર તરીકે આપી જામનગર હેડ ક્વાર્ટરમાંથી બોલતો હોવાનું કહ્યું હતું તેમ જ આ ઓઈલનો જથ્થો કેમ્પ હનુમાન મંદિર ખાતેના ક્વાર્ટરમાં જરૂરી હોવાની વાત કરી હતી.

ત્યાર બાદ તે વ્યક્તિએ પોતાનું આર્મી ઓફિસર તરીકનું આઈકાર્ડ, આર્મી કેમ્પનો જીએસટી નંબર, રિક્વાયરમેન્ટ ઓફિસ મંજિતસિંગનો નંબર આપ્યો હતો. આ સાથે અમદાવાદ- ગુજરાત આર્મી ટ્રાન્સપોર્ટ પોર્ટલ ડિપાર્ટમેન્ટનાં કાગળો વોટ્‌સએપ પર મોકલ્યા હતા. ત્યાર બાદ ઓનલાઇન પેમેન્ટનું કહી રૂ.૨નું એનઈએફટી કરવાનું કહ્યું હતું.

આથી કલ્પેશભાઈને ફોન ચાલુ રાખવાનું કહીને સામેવાળાએ કલ્પેશભાઈના ખાતામાં રૂ.૪ જમા કરાવ્યા હતા. આર્મીવાળા આ રીતે પૈસા નહીં લે, એટલે તમે પહેલાં પૈસા જમા કરાવો, ત્યાર બાદ તમને પૈસા પાછા મળી જશે. આમ કહેતા જ કલ્પેશભાઈએ જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી ૩.૨૮ લાખ ચૂકવી દીધા હતા.

ત્યાર બાદ ટેમ્પોચાલક ઓઇલનો જથ્થો લઈ આર્મી કેમ્પ પહોંચ્યો ત્યારે ગેટ પર જ તેને જાણ થઈ હતી કે આર્મીવાળાએ કોઈ જથ્થો મગાવ્યો જ ન હતો. આથી આ અંગે ટેમ્પોચાલકે કલ્પેશભાઈને ફોન કરતા તેમણે મંજિતસિંહ, પંકજકુમાર અને દિલીપભાઈને ફોન કરતા ત્રણેયના ફોન સ્વિચઓફ આવતા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં યુવતીને દહેજ પેટે ૧૦ લાખની માગણી કરનારાં પતિ અને સાસુ સામે ફરિયાદ
Next articleઅમદાવાદ શહેરમાં રહેતા એક ગ્રાહકે ડેલ કંપની સાથે થતા અન્યાય માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા