Home મનોરંજન - Entertainment શાહિદ કપૂર-કૃતિ સેનનની રોમેન્ટિક ડ્રામા ફિલ્મનું ટાઈટલ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

શાહિદ કપૂર-કૃતિ સેનનની રોમેન્ટિક ડ્રામા ફિલ્મનું ટાઈટલ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’

24
0

‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ફિલ્મના ટાઈટલને લઈને યુઝર્સ ફિલ્મને ટ્રોલ કરી

(જી.એન.એસ),તા.૧૧

શાહિદ કપૂર લાંબા સમય બાદ ફિલ્મ લઈને આવી રહ્યો છે. હાલમાં તેને કૃતિ સેનન સાથેની તેની અપકમિંગ ફિલ્મનું ટાઈટલ રિવીલ કરીને ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આ મચ અવેટેડ ફિલ્મની પહેલી ઝલક પણ સામે આવી છે, જેને જોઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે. પરંતુ બીજી તરફ તેનું નામ સાંભળીને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મેકર્સે ફિલ્મને વેલેન્ટાઈન વીક પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. શાહિદ કપૂર અને કૃતિએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મને લઈને અપડેટ્સ આપ્યા છે. શાહિદે પોસ્ટ સાથે જણાવ્યું છે કે ફિલ્મનું ટાઈટલ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ છે. આ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન વીકમાં 9મી ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

હાલમાં મેકર્સે ફિલ્મમાંથી શાહિદ અને કૃતિની એક ઝલક શેર કરી છે. જેને જોયા બાદ ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. મેડોક બેનર હેઠળ બનેલી શાહિદ અને કૃતિની રોમેન્ટિક ડ્રામાથી આશા છે કે આ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહેશે. આ પહેલીવાર છે જ્યારે શાહિદ કૃતિ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. બંને જ બોલિવુડના મનપસંદ સ્ટાર્સ છે, જેમની ફિલ્મોની ફેન્સ રાહ જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આના પર યુઝર્સ જોરદાર રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આટલું મોટું નામ કોણ રાખે ભાઈ’. અન્ય એક યુઝરે લખ્યું છે, ‘મને તો લાગ્યું કોઈ ગીત છે’. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘એક સેકેન્ડ માટે તો હું કન્ફ્યુઝ થઈ ગયો.’ આવામાં જોવાનું રસપ્રદ રહેશે કે આ નવી જોડી ફેન્સને એન્ટરટેઈન કરવામાં સફળ રહેશે કે નહીં?

રિપોર્ટ મુજબ અપકમિંગ ફિલ્મમાં શાહિદ એક વૈજ્ઞાનિકના રોલમાં જોવા મળશે. સ્ટોરીમાં શાહિદને એક રોબોટથી પ્રેમ થઈ જાય છે. ખાસ વાત એ છે કે તે રોબોટની રચના શાહિદ પોતે જ કરે છે. ફિલ્મમાં તે રોબોટ કોઈ બીજું નહીં પરંતુ કૃતિ સેનન પોતે છે. અમિત જોશી અને આરાધના સાહે આ ફિલ્મની સ્ટોરી લખી છે અને સાથે સાથે નિર્દેશન પણ કર્યું છે. જ્યારે ફિલ્મને દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉતેકરે પ્રોડ્યુસ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘સત્યશોધક’ ફિલ્મને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી કરી
Next articleરવીના ટંડન ‘કર્મા કોલિંગ’ના ટ્રેલર લોન્ચ વખતે ધૂમ મચાવી