Home મનોરંજન - Entertainment શાહરૂખ ખાન અને કેટરીના કૈફ કોરોના સંક્રમિત

શાહરૂખ ખાન અને કેટરીના કૈફ કોરોના સંક્રમિત

45
0

(જી.એન.એસ),તા.૦૬
મુંબઈ


ગત વર્ષે પણ કરણ જાેહરે આવી જ પાર્ટી રાખી હતી. જેમાં ઘણા સ્ટાર્સને કોરોના થયો હતો. તો બીજી તરફ ફરી એકવાર કરણ જાેહરની આ પાર્ટીમાં કોરોના વિસ્ફોટે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. શાહરૂખ ખાન અને કેટરીના કૈફને લઇન મોટા સમાચાર સામે આવ્યા છે. આ બંને સ્ટાર કોવિડ સંક્રમિત થયા છે. ખાસ વાત એ છે કે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ થોડા દિવસ પહેલાં કરણ જાેહરના ૫૦મા બર્થડે સેલિબ્રેશની પાર્ટીમાં ગયા હતા. ત્યારબાદ બંને સ્ટાર કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ હંગામાના એક રિપોર્ટ અનુસાર કરણ જાેહરને આ ગ્રાંડ પાર્ટીમાં મહેમાન બનીને આવેલા ૫૦ થી ૫૫ લોકોને કોરોના સંક્રમણ થયું છે. હવે આ પાર્ટીમાં સામેલ થયેલા શાહરૂખ ખાન, કેટરીના કૈફ, કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર કોરોના સંક્રમિત થયા. એવામાં થઇ સહ્કે છે કે ઘણા બીજા સેલિબ્રિટીઝ પોઝિટિવ હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ખાસ વાત એ છે કે કરણ જાેહરની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ એટલે કે ૪ જૂનના રોજ કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ત્યારબાદ હવે કેટરીના કૈફ અને કિંગ ખાન કોરોના સંક્રમિત થવું ફેન્સ માટે ખૂબ શોકિંગ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિદ્ધુ મૂસેવાલ જેવી સલમાન ખાનની હાલત કરવાની ધમકી મળી
Next articleતારક મહેતા ફ્રેમ જેઠાલાલે જાહેરાત કરી દયા આવે છે…