(જી.એન.એસ) તા. 4
અમદાવાદ/ભાવનગર,
ભાવનગરમાં શાળાની 500 મીટર નજીક વિંડ મીલ (પવન ચક્કી) માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભાવનગરનાં કલેક્ટર સામે નારાજગી વ્યક્ત કરી હતી સાથે જ આ માટે જવાબદાર તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કહ્યું કે, તમને ખ્યાલ છે કે શાળાનાં 500 મીટર સુધી કંઈ કરી ના શકાય તો શા માટે એ જમીન આપવામાં આવી છે ? કોર્ટે આકરા વલણ સાથે કહ્યું કે, અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા. તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે ? તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? જે અધિકારીઓ આના માટે જવાબદાર છે તેને અમે નહીં બક્ષીએ.
આ બાબતે ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે, જે પણ અધિકારીઓ આના માટે જવાબદાર છે તેમને છોડવામાં નહીં આવે. આ ઘટનામાં શું તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? આ સાથે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ એજન્સીનાં ચેરમેન પાસે આ મામલે ખુલાસો માગ્યો છે. કોર્ટે ચેરમેનને કલેકટરનાં તપાસ રિપોર્ટમાં બેદરકારી બદલ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.