Home વ્યાપાર જગત - BUSINESS વ્યાજદરોમાં તીવ્ર વધારાને બ્રેક લાગી પોઝિટીવ આઉટલુક રજૂ કરવામાં આવી શકે તેવી...

વ્યાજદરોમાં તીવ્ર વધારાને બ્રેક લાગી પોઝિટીવ આઉટલુક રજૂ કરવામાં આવી શકે તેવી શક્યતાએ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળો…!!

46
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૧૦.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૭૮૮.૮૧ સામે ૫૭૫૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૫૦૬.૬૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૩.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૭૬.૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૦૬૫.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૮૯૫.૬૫ સામે ૧૭૧૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૨૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧૦.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૦૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક શેરબજારમાં ઘટાડાની પાછળ ભારતીય શેરબજારમાં પણ સોમવારે ઘટાડો સાથે ખૂલ્યા હતા, પરંતુ આજે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની લેવાલી નીકળતા બીએસઇ સેન્સેકસ નીચા મથાળેથી અંદાજીત ૧૨૭૬ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૪૧૦ ઉછળીને બંધ રહ્યા હતા. ભારતમાં વિદેશી રોકાણકારોનો ફલો જળવાઈ રહેવાની ગણતરી મુકાતી હતી. આ ઉપરાંત અન્ય ઊભરતી બજારોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાનું જોવા મળી રહ્યું છે.

યુ.એસ. ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારા બાદ વ્યાજ દરમાં આગામી દિવસોમાં તીવ્ર વધારાને બ્રેક લગાવી પોઝિટીવ આઉટલુક રજૂ કરવામાં આવી શકે છે એવી શકયતા વચ્ચે આજે ફંડોએ શેરોમાં આક્રમક તેજી કરતાં અને મેટલ, સર્વિસિસ, ફાયનાન્સિયલ સર્વિસીસ, બેન્કેક્સ અને આઇટી શેરોમાં મહારથીઓએ નવેસરથી તેજી શરૂ કરી હતી. ટેક, યુટિલિટીઝ, પાવર, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ અને ઓટો શેરોમાં પણ લેવાલીનું આકર્ષણ રહ્યું હતું. આ સાથે શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૬૬ લાખ કરોડ વધીને રૂ.૨૭૩.૯૨ લાખ કરોડ પહોંચ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, સર્વિસિસ, ફાયનાન્સિયલ સર્વિસીસ, બેન્કેક્સ અને આઇટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૭૪ અને વધનારની સંખ્યા ૨૫૭૨ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સમાપ્ત થયેલા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશમાં પ્રાઈવેટ ઈક્વિટી – વેન્ચર કેપિટલ (પીઈ/વીસી) રોકાણ સતત ચોથા ત્રિમાસિકમાં ઘટયું હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. મુશકેલભર્યા બૃહદ્ આર્થિક વાતાવરણને પરિણામે આ ઘટાડો જોવા મળ્યો છે. પીઈ – વીસી કંપનીઓએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ૨૫૮ વ્યવહારમાં ૬.૩૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ૨૦૨૧ના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાની સરખામણીએ આ આંક ૭૧% નીચો છે. વર્તમાન વર્ષના જુન ત્રિમાસિકમાં ૩૪૨ સોદા મારફત ૧૩.૩૦ અબજ ડોલરનું પીઈ/વીસી રોકાણ આવ્યું હતું.  ખાલી સપ્ટેમ્બર માસની વાત કરીએ તો તેમાં પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ વીસ મહિનાની નીચી સપાટીએ રહ્યું હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.

વર્ષ ૨૦૨૨માં અત્યારસુધીમાં પીઈ/વીસીના કુલ ૧૦૧૬ સોદા મારફત ૩૬ અબજ ડોલરનું રોકાણ આવ્યું છે, જે ૨૦૨૧ના આ ગાળામાં ૯૪૯ સોદા મારફત આવેલા ૪૫.૪૦ અબજ ડોલરના રોકાણની સરખામણીએ ૨૬% નીચું છે. વર્તમાન વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧૦ કરોડ કે તેથી વધુના મૂલ્ય સાથેના મોટા સોદાની સંખ્યા ૧૨ રહી હતી, જે ગયા વર્ષના આ ગાળામાં ૫૦ જોવા મળી હતી. વૈશ્વિક બૃહદ્ આર્થિક ઘટનાક્રમો અને બજારોમાં વોલેટિલિટીને પગલે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ૨૦૨૧માં નોંધપાત્ર વધુ રહ્યું હતું. આમછતાં ૨૦૨૧ના વર્ષને બાદ કરતા અન્ય કોઈપણ વર્ષની સરખામણીએ વર્તમાન વર્ષ પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ માટે જોરદાર પસાર થવાની અપેક્ષા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field