રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૦.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૧૯.૯૭ સામે ૫૭૭૫૨.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૬૩૯.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦૯.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯૧.૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૪૧૦.૯૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૯૫.૫૦ સામે ૧૭૧૫૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૦૫.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચી જતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારાની શકયતાના અહેવાલે અમેરિકી શેરબજારોમાં ડાઉ જોન્સ અંદાજીત ૪૦૦ પોઈન્ટ અને નેસ્ડેકમાં અંદાજીત ૩૨૭ પોઈન્ટનો ઘટાડો નોંધાતા સ્થાનિક શેરબજારમાં પણ શરૂઆતથી તબક્કામાં સાવચેતી જોવા મળી હતી, જો કે નીચા મથાળે ફંડોની નવી લેવાલી બીએસઇ સેન્સેકસમાં ઘટાડા બાદ યુ-ટર્નમાં તોફાની તેજીમાં અંદાજીત ૫૦૦પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર અંદાજીત ૧૧૦ પોઈન્ટ આસપાસ વધી આવતાં આજે ભારતીય શેરબજારમાં ફંડોએ તેજી કરી હતી. અલબત ફોરેન ફંડો શેરોમાં ઉછાળે સતત વેચવાલ રહ્યા હતા.
ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત આંચકા આવ્યા બાદ ગત સપ્તાહે આઈટી જાયન્ટ ઈન્ફોસીસ દ્વારા શેર દીઠ રૂ.૧૮૫૦ સુધી ઓપન માર્કેટમાંથી રૂ.૯૩૦૦ કરોડના શેરોનું બાયબેક કરવાનું જાહેર થતાં અને ત્રિમાસિક નેટ નફો ૧૧% વધીને આવ્યા સાથે સંપૂર્ણ વર્ષનો આવક વૃદ્વિનો અંદાજ વધારીને મૂકાતાં ફંડોએ આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરો સાથે યુટિલિટીઝ, પાવર, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોની આગેવાનીએ ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૦ લાખ કરોડ વધીને રૂ.૨૭૧.૭૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૬ અને વધનારની સંખ્યા ૧૬૦૯ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકન ડોલર સામે પોતાના ચલણોનો કડાકો બોલાઈ જતો અટકાવવા એશિયાના દેશોની સરકારોએ સપ્ટેમ્બરમાં પોતાના ફોરેકસ રિઝર્વમાંથી અંદાજીત ૫૦ અબજ ડોલર વેચ્યા હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. માર્ચ ૨૦૨૦ બાદ ડોલરનું આ સૌથી વધુ વેચાણ છે. જાપાનને બાદ કરતા ચીન સહિતના ઊભરતા દેશોમાંથી સપ્ટેમ્બરમાં ૩૦ અબજ ડોલરનો આઉટફલોઝ રહ્યો છે. જાપાનના આંકને સમાવી લેવામાં આવે તો આ આંક ૫૦ અબજ ડોલર જેટલો થવા જાય છે. વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં જાપાન સહિત એશિયાના દેશોમાં ડોલરનો વેચાણ આંક ૮૯ અબજ ડોલર રહ્યો છે જે ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ સૌથી વધુ છે.
ડોલરની કિંમતમાં વધારાને કારણે વિવિધ કેન્દ્રીય બેન્કોના ફોરેકસ રિઝર્વમાં અન્ય દેશોના ચલણના મૂલ્યમાં ઘટાડો થયો છે. મોટાભાગના દેશોની કરન્સી સામે ડોલરના મૂલ્યમાં વધારો થયો છે. સપ્ટેમ્બરમાં જાપાને ૨૦ અબજ ડોલર તો દક્ષિણ કોરિઆએ અંદાજે ૧૭ અબજ ડોલરનું વેચાણ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ભારતના ફોરેકસ રિઝર્વમાં ૧૦૦ અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. હોંગકોંગ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ તથા તાઈવાન સપ્ટેમ્બરમાં ડોલરના નેટ વેચાણકાર રહ્યા છે. અમેરિકામાં વ્યાજ દર વધવા સાથે ડોલર માટેની માગમાં વધારો થયો છે જેને કારણે તેના મૂલ્યમાં વધારો થયો છે. જ્યારે બીજી બાજુ ક્રુડ તેલના ઊંચા ભાવને પરિણામે ભારત જેવા ક્રુડ તેલના મોટા આયાતકાર દેશોના આયાત બિલ્સમાં જોરદાર વધારો થયો છે, જેને કારણે તેમના ચલણ પર દબાણ આવી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.